ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) એ શનિવારે કહ્યું હતું કે ભારતે બ્રિટેનમાં સામે આવેલા કોરોના વાઇરસના નવા સ્ટ્રેનને સફળતાપૂર્વક અઈસોલેટ અને કલ્ચર કર્યું છે. કલ્ચર એક પ્રક્રિયા છે જેના દ્વારા કોષોને નિયંત્રિત પરિસ્થિતિઓમાં અને સામાન્ય રીતે તેમના કુદરતી વાતાવરણની બહાર ઉગાડવા માં આવે છે.
આઈસીએમઆરએ એક ટિ્વટમાં દાવો કર્યો છે કે બ્રિટનમાં મળી આવેલા નવા પ્રકારનાં સાર્સ-કોવિ -2 ને હજી સુધી કોઈ પણ દેશ સફળતાપૂર્વક અલગ કરી શક્યું નથી અથવા કલ્ચર નથી કર્યું. આઇસીએમઆરએ જણાવ્યું હતું કે યુકેમાં તમામ સ્વરૂપો સાથે રજૂ કરાયેલ નવા પ્રકારનાં વાયરસ હવે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજીમાં સફળતાપૂર્વક અઈસોલેટ અને કલ્ચર કર્યું છે. આ માટેના નમૂનાઓ બ્રિટનથી પરત આવેલા લોકો પાસેથી એકત્રિત કરવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે બ્રિટને તાજેતરમાં જાહેરાત કરી હતી કે લોકોમાં એક નવા પ્રકારનો વાયરસ જોવા મળ્યો છે, જે 70 ટકા સુધી ચેપી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે કહ્યું હતું કે ભારતમાં સાર્સ-કોવિ -2ના આ નવા સ્ટ્રેનમાં અત્યાર સુધીમાં કુલ 29 લોકોને ચેપ લાગ્યો છે.
ભારતમાં કોરોના વાયરસનો ભયજનક સ્ટ્રેન દિવસેને દિવસે ફેલાઈ રહ્યો છે. શુક્રવારે આરોગ્ય મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે ભારતમાં નવા સ્ટ્રેનના વધુ ચાર દર્દીઓ મળી આવ્યા છે. જે બાદ દેશમાં આ દર્દીઓની કુલ સંખ્યા 29 પર પહોંચી ગઈ છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
