Junagadh News: જૂનાગઢ જિલ્લાના વંથલી (Vanthali) તાલુકાના કણજાધાર ગામ નજીક ગેરકાયદે રીતે ચાલતા બાયોડીઝલ પંપ પર મહેસૂલ અને પુરવઠા વિભાગે મોટી (Illegal Biodiesel Pump Raid) કાર્યવાહી હાથ ધરી છે. પ્રાંત અધિકારી અને મામલતદારની સંયુક્ત ટીમે દરોડો પાડી અંદાજે 10 હજાર લીટર શંકાસ્પદ બાયોડીઝલ સહિત કુલ રૂ.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
Illegal Biodiesel Pump Raid: કણજાધારમાં ગેરકાયદે બાયોડીઝલ પંપ પર ઓચિંતો દરોડો
વંથલી તાલુકાના કણજાધાર ગામ નજીક આવેલા ‘દસ્તક બાયોડીઝલ પેટ્રોલિયમ’ નામના પંપ (Vanthali Biodiesel Pump) પર કોઈપણ માન્ય પરવાનગી વિના બાયોડીઝલનું વેચાણ થતું હોવાની ચોક્કસ બાતમી તંત્રને મળી હતી. બાતમીના આધારે પ્રાંત અધિકારી અને મામલતદારે સંયુક્ત ટીમ સાથે ઓચિંતો દરોડો પાડ્યો હતો. સરકારી ટીમ પહોંચતા જ પંપ સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી.
10 હજાર લીટર શંકાસ્પદ બાયોડીઝલ સહિત સાધનો જપ્ત

તપાસ દરમિયાન સ્થળ પરથી અંદાજે 10 હજાર લીટર શંકાસ્પદ (Fuel Seizure) પેટ્રોલિયમ પદાર્થ મળી આવ્યો હતો. ઉપરાંત ઈંધણ ભરવા માટે ઉપયોગમાં લેવાતી ડિસ્પેન્સિંગ નોઝલ, પંપ મશીન, સ્ટોરેજ ટેન્ક સહિત કુલ અંદાજે રૂ.10 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર જથ્થો અને સાધનોને કાયદેસરની કાર્યવાહી હેઠળ કબજે લેવામાં આવ્યા છે.
પંપ સીલ, લેબોરેટરી તપાસ માટે સેમ્પલ મોકલાયા

દરોડા બાદ તંત્રે સમગ્ર બાયોડીઝલ પંપને સીલ મારી દીધો છે. જપ્ત કરાયેલા શંકાસ્પદ બાયોડીઝલના નમૂનાઓ ગુણવત્તાની ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
બાયોડીઝલ ક્યાંથી આવતું હતું તે દિશામાં તપાસ
વહીવટી તંત્ર હવે આ ગેરકાયદે પંપ કોના દ્વારા સંચાલિત થતો હતો અને શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો તેની દિશામાં તપાસ કરી રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું છે કે સમગ્ર નેટવર્કની તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં ફૂડ સેફ્ટી વિભાગના દરોડા, ખાણીપીણીની લારીઓમાંથી 36 નમૂના તપાસ માટે મોકલાયા
આ પણ વાંચો: રાંચી RSS કાર્યાલય બોમ્બ હુમલા કેસમાં NIAની દેશવ્યાપી કાર્યવાહી, ગુજરાત સહિત 9 રાજ્યોમાં 20 સ્થળોએ દરોડા
આ પણ વાંચો: સોપારી દાણચોરી કેસમાં EDની મોટી કાર્યવાહી, 20 સ્થળોએ દરોડા
