Gandhinagar News/ ગાંધીનગરમાં ફૂડ સેફ્ટી વિભાગના દરોડા, ખાણીપીણીની લારીઓમાંથી 36 નમૂના તપાસ માટે મોકલાયા

Food Safety Raid: ગાંધીનગરમાં ચોમાસાને ધ્યાનમાં રાખીને ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે ખાણીપીણીની લારીઓ અને પેઢીઓ પર દરોડા પાડ્યા.

Gandhinagar Top Stories Gujarat
Food Safety Raid: 36 ખાદ્ય નમૂના લેબમાં મોકલાયા

Gandhinagar News : ચોમાસાની ઋતુમાં નાગરિકોને સ્વચ્છ અને સુરક્ષિત ખોરાક મળી રહે તે માટે ગાંધીનગરમાં (Gandhinagar) ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે ખાણીપીણીની લારીઓ અને પેઢીઓ પર સઘન ચકાસણી (Food Safety Raid) હાથ ધરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કરાયેલી કાર્યવાહીમાં બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. વિભાગની કાર્યવાહીથી લારીધારકો અને વેપારીઓમાં દોડધામ જોવા મળી હતી.

Food Safety Raid: ઘ-4 ગાર્ડન વિસ્તારમાં ખાસ ચકાસણી

ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે ઘ-4 ગાર્ડન વિસ્તારની આશરે 20 ખાણીપીણીની પેઢીઓની તપાસ કરી હતી. તપાસ દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને સંગ્રહની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. બિનઆરોગ્યપ્રદ અને ઉપયોગ માટે અયોગ્ય જણાયેલા ખાદ્ય પદાર્થોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

36 નમૂના લેબમાં તપાસ માટે મોકલાયા

અધિકારીઓએ વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓના કુલ 36 નમૂનાઓ એકત્ર કરીને પ્રયોગશાળામાં તપાસ (Food Sample Testing) માટે મોકલ્યા છે. આ નમૂનાઓના રિપોર્ટના આધારે જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સુરક્ષા અંગે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

કુલ 83 પેઢીઓની તપાસ, વેપારીઓમાં ફફડાટ

શહેરમાં કુલ 83 જેટલી ખાણીપીણીની પેઢીઓ અને લારીઓની (Street Food Inspection) તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત અંદાજે 80 જેટલા તેલ, મસાલા, પાણી અને અન્ય ખાદ્ય સામગ્રીના નમૂનાઓનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી બાદ લારી સંચાલકો અને વેપારીઓમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો.

વેપારીઓને સ્વચ્છતા જાળવવા સૂચના

ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે તમામ લારી સંચાલકો અને પેઢીધારકોને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોનું કડક પાલન કરવા સૂચના આપી છે. વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ચોમાસા દરમિયાન આવી તપાસો સતત ચાલુ રહેશે અને નિયમોના ભંગ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો: 9 લાખ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ન મળ્યાનો કોંગ્રેસનો દાવો, મુખ્યમંત્રીને પત્ર લખી તાત્કાલિક ચુકવણીની માંગ

આ પણ વાંચો: વાવ-થરાદમાં વરસાદ બાદ પણ ખેડૂતોની મુશ્કેલી યથાવત, પાણીમાં ગરકાવ થયો મગફળી-બાજરીનો પાક

આ પણ વાંચો: ગુજરાતમાં ગ્લુ ટ્રેપ પર સંપૂર્ણ પ્રતિબંધ: ઉંદર પકડવાના સ્ટીકી બોર્ડનું ઉત્પાદન-વેચાણ-ઉપયોગ ગેરકાયદેસર