Not Set/ સિંધી દુલ્હન દીપિકા, સુંદર ચૂડો અને ક્લીરાએ ખેચ્યું સૌનું આકર્ષણ, જાણો કોણ છે ડિઝાઈનર

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનાં લગ્નનાં ફોટાની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતા આખરે એ ઇન્તઝાર ખતમ થયો. કોંકણા અને સિંધી એમ બે રિવાજથી લગ્ન વિધિ સંપન્ન થઇ હતી. સિંધી વિધિથી થયેલાં લગ્નનાં ફોટોમાં દીપિકા રેડ ચોલીમાં એકદમ સુંદર લાગી રહી હતી. https://www.instagram.com/p/BqNG__2BJgX/?utm_source=ig_embed આ ફોટામાં સૌનું ધ્યાન ખેચ્યું હોય તો એ છે દીપિકાની જ્વેલરી. પગથી […]

Top Stories Fashion & Beauty India Trending Entertainment

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનાં લગ્નનાં ફોટાની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતા આખરે એ ઇન્તઝાર ખતમ થયો. કોંકણા અને સિંધી એમ બે રિવાજથી લગ્ન વિધિ સંપન્ન થઇ હતી. સિંધી વિધિથી થયેલાં લગ્નનાં ફોટોમાં દીપિકા રેડ ચોલીમાં એકદમ સુંદર લાગી રહી હતી.

https://www.instagram.com/p/BqNG__2BJgX/?utm_source=ig_embed

આ ફોટામાં સૌનું ધ્યાન ખેચ્યું હોય તો એ છે દીપિકાની જ્વેલરી. પગથી માથા સુધી સબ્યસાચીનાં ઘરેણાં અને ચોલીમાં સજેલી દુલ્હને સૌનું મન મોહી લીધું છે. દીપિકાએ પહેરેલો સિમ્પલ ચૂડો અને કલીરા સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

https://www.instagram.com/p/BqNgw8KH2-h/?utm_source=ig_embed

The Wedding Brigadeની પોસ્ટ અનુસાર, આ ચૂડો અને કલીરા રાહુલ લુથારાએ ડીઝાઇન કરેલાં છે. દીપિકાએ એક નવો જ બ્રાઇડલ ગોલ સેટ કરી દીધો છે. આ પહેલાં પણ બોલીવુડ સેલેબ્રીટીઝે એમનાં લગ્નમાં કસ્ટમાઈઝડ કલીરા પહેર્યા છે.

એક સુહાગન માટે એનો ચૂડો ખુબ મહત્વનો હોય છે. બોલીવુડની ફેશન આઇકોન સોનમ કપૂરે પણ એનાં લગ્નમાં  કસ્ટમાઈઝડ કલીરા પહેર્યા હતા.

https://www.instagram.com/p/BioThztH_sF/?utm_source=ig_embed