Lifestyle: મોબાઈલ ફોન પર કવર (Mobile Cover)લગાવવાથી એની સુરક્ષા વધી જાય છે. નવું કેસ અથવા કવર દેખાવમાં ખૂબ સુંદર લાગે છે, પણ જ્યારે એ પીળું પડી જાય ત્યારે બહુ ગંદુ લાગે છે. પરંતુ તમારે એની ચિંતા કરવાની હવે જરુર નથી કેમ કે, ઘરમાં રહેલી ચીજવસ્તુઓનો ઉપયોગ કરીને તમે એને આસાનીથી સાફ (Clean) કરી શકો છો.
મહામૂલા મોબાઇલ ફોનને તૂટતો બચાવવા માટે મોટાભાગના લોકો એના ઉપર કવર અથવા તો કેસ લગાવીને રાખે છે. કવર ચડાવવાથી ફોનની જાડાઇ થોડી વધી જાય છે અને એ હાથમાંથી સરકીને નીચે પડી જવાનો ડર પણ ઓછો થઇ જાય છે. ઘણા લોકો ટ્રાન્સપરન્ટ (Transperant)અર્થાત્ પારદર્શી કવર પસંદ કરે છે, જ્યારે અમુક લોકોને રંગબેરંગી કવર્સ લગાવવાનો શોખ હોય છે.
મોબાઇલ ફોનનું કવર ગમે તેટલું સારું ભલે ને હોય, પણ અમુક દિવસો સુધી વાપર્યા બાદ ગંદુ થઇ જાય છે. પારદર્શી કવર પીળાશ પડતું (Yellow)થઇ જાય છે, જેથી એ દેખાવમાં ઘણું ખરાબ લાગવા માંડે છે. આવા સંજોગોમાં, તમારે વારેવારે કવર બદલવાની જરુર નથી કારણ, હવે ઘરે બેઠાં જ, તમે એને સરળતાથી સાફ કરી શકો છો. અહિં કેટલીક ટિપ્સ (Tips) દર્શાવેલી છે જેને તમે અપનાવી શકો છો.

બેકિંગ સોડા અને પાણી
મોબાઇલના બૅક કવરને તમે બેકિંગ સોડા (Baking Soda) વડે પણ સાફ કરી શકો છો. આ માટે પાણીમાં બેકિંગ સોડાને મિક્સ કરીને એક ઘટ્ટ પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને બૅક કવર પર લગાવો અને બ્રશની મદદથી હળવા હાથે રગડો, ત્યારબાદ થોડો સમય એમ જ મૂકી રાખો. હવે કવરને નવશેકા પાણીથી ધોઇ લો.

લીંબુ અને મીઠું
જૂના કવરને નવા જેવું બનાવવા માટે, લીંબુ (Lemon)અને મીઠા (Salt)નો પ્રયોગ અકસીર છે. આ માટે ફોન પરથી કવરને કાઢી લેવું અને એના પર લીંબુનો રસ અને મીઠું છાંટવું. હવે હાથો વડે થોડીવાર એને રગડો. થોડો સમય એમ જ રાખી મૂકો અને પછી સ્વચ્છ પાણીથી ધોઇ લો.

વિનેગર અને બેકિંગ સોડા
ફોનના કવરને તમે સિરકા અને બેકિંગ સોડા વડે પણ સાફ કરી શકો છો. આ માટે સૌપ્રથમ, એક વાડકામાં વિનેગર(Vineger) અને બેકિંગ સોડા મિક્સ કરો. આ મિશ્રણમાં કવરને 30 મિનિટ સુધી બોળી રાખો. ત્યારબાદ, બ્રશની સ્વચ્છ કરીને પાણીથી ધોઇ લો.
આ પણ વાંચો:ચરબી ઘટાડવાની સારવારની ભ્રામક જાહેરાતોને લઈને ગ્રાહક સુરક્ષા સંસ્થા દ્વારા VLCC ને ₹3 લાખનો દંડ
આ પણ વાંચો:ઉપવાસમાં બનાવો સાબુદાણા મોમોઝ, આ છે હેલ્ધી નાસ્તાનો ઑપ્શન…
