Not Set/ પ્રિયા પ્રકાશ વોરિયરની આવી રહી છે હિન્દી ફિલ્મ,બોલીવુડની આ જાણીતી એક્ટ્રેસ પરથી બની છે ફિલ્મ  

મુંબઇ, 2018માં આંખ મારતી વીડિયો ક્લિપના કારણે દેશભરમાં રાતોરાત છવાયેલી પ્રિયા પ્રકાશ વોરિયર હવે હિંદી સિનેમામાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. પ્રિયા ખુબ જ જલ્દી ફિલ્મ શ્રીદેવી બંગ્લોમાં કામ કરતી નજર આવશે. શ્રીદેવી બંગ્લોનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં સ્પષ્ટ લાગી રહ્યું છે કે આ બૉલીવુડની જાણીતી એક્ટ્રેસ શ્રીદેવીની લાઈફ પર આધારિત છે. […]

Trending Entertainment Videos
મુંબઇ,
2018માં આંખ મારતી વીડિયો ક્લિપના કારણે દેશભરમાં રાતોરાત છવાયેલી પ્રિયા પ્રકાશ વોરિયર હવે હિંદી સિનેમામાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. પ્રિયા ખુબ જ જલ્દી ફિલ્મ શ્રીદેવી બંગ્લોમાં કામ કરતી નજર આવશે. શ્રીદેવી બંગ્લોનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં સ્પષ્ટ લાગી રહ્યું છે કે આ બૉલીવુડની જાણીતી એક્ટ્રેસ શ્રીદેવીની લાઈફ પર આધારિત છે.
ટ્રેલરમાં વાઈન પીતી કે સિગરેટ પીતી પ્રિયાનો બોલ્ડ અંદાજ જોવા મળે છે.ટ્રેલરમાં પ્રિયા સિવાય બીજા કોઈ અક્ટર જોવા નથી મળતા.

ફિલ્મની સ્ટોરી પણ ગ્લેમર વર્લ્ડથી ઘેરાયેલી પણ અંદરથી એકાકી એક્ટરેસની કહાની છે.જો કે આ ફિલ્મ શ્રીદેવીના જીવન પર આધારિત છે એવો ક્યાંય દાવો કરવામાં નથી આવ્યો પણ ટ્રેલરનો અંત બાથટબથી થાય છે.
ફિલ્મમાં ન તો તેના ટ્રેલરમાં શ્રીદેવીને કોઇ ટ્રીબ્યૂટ આપવામાં આવ્યું છે અને ન તો ફિલ્મ તે વાતનો સ્વીકાર કરે છે કે આ ફિલ્મ શ્રીદેવીની મોતાની ઘટના પર આધારિત છે. આ જ વાતને લઇ પ્રિયાને ટ્રોલ કરવામાં આવી રહી છે.
મલયાલમ ફિલ્મ Oru Aadar Loveની એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વોરિયર આંખ મારવાની મસ્તીવાળા વીડિયોને લઈ ચર્ચામાં હતી.