Lifestyle: આજકાલ નાની ઉંમરમાં જ વાળ સફેદ થવા લાગે છે અને આ એક સામાન્ય સમસ્યા બની ચૂકી છે. 20 થી 25 ની ઉંમરમાં જ માથામાં સફેદ વાળ નજરે ચડે છે. હૅલ્થ એક્સપર્ટ્સ અયોગ્ય ખાણી-પીણી, તણાવ, પ્રદૂષણ, નિંદ્રાની કમી અને કેમિકલવાળા હૅર પ્રોડક્ટેસના વધુપડતા વપરાશને આનું મુખ્ય કારણ બતાવી રહ્યાં છે. હવે, સફેદ વાળને છુપાવવા માટે મોટાભાગના લોકો હૅર ડાઈની મદદ લે છે, પરંતુ આ કેવળ એક હંગામી સમાધાન છે. વળી, લાંબો સમય હૅર ડાઈ લગાડવાથી નુકસાન પહોંચી શકે છે. આવા સંજોગોમાં, સફેદ વાળને ફરીથી કાળા બનાવવા માટે તમે કુદરતી ઉપાયોની મદદ લઇ શકો છો.
એક વિખ્યાત આયુર્વેદિક તબીબ દ્વારા, એવા 3 આસાન અને અચૂક નુસખા દર્શાવવામાં આવ્યા છે જે, કોઈ પણ જાતની આડઅસર વિના સફેદ વાળને કાળા કરી શકે છે અને સમય પહેલા સફેદ થતા રોકવામાં અસરકારક સાબિત થઇ શકે છે.

1. આમળા અને બ્રાહ્મી પાઉડર
આ ઉપાય અનુસાર, આમળા અને બ્રાહ્મી પાઉડરને સમાન ભાગે લઇને એક હવાચુસ્ત ડબામાં ભરી લો. દરરોજ સવારે નરણા કોઠે 1 ચમચી (અંદાજે 5 ગ્રામ) મિશ્રણને નવશેકા પાણી સાથે મિક્સ કરીને પી લેવું. આયુર્વેદ નિષ્ણાત જણાવે છે કે, આનાથી પિત્ત દોષ સંતુલિત થાય છે, જેથી વાળના મૂળ મજબૂત બને છે. આ ઉપરાંત, એમને પોષણ મળે છે અને વાળોનો કુદરતી રંગ પણ જળવાઇ રહે છે.

2. હર્બલ હૅર વોશ
આયુર્વેદિક તબીબના જણાવ્યા મુજબ, વાળ ધોવા માટે કેમિકલયુક્ત શેમ્પૂના સ્થાને હર્બલ શેમ્પૂ બનાવીને વાપરવો જોઇએ. આ માટે આમળા, અરીઠા, શિકાકાઈ અને ભૃંગરાજ પાઉડરને સમાન માત્રામાં મિક્સ કરીને એક જારમાં ભરી રાખવો. રાત્રે 1 ટેબલસ્પૂન પાઉડરને એક ગ્લાસ પાણીમાં પલાળી રાખવો. સવારે આ મિશ્રણને, પાણી અડધું થાય ત્યાં સુધી ઉકાળી લેવું. ત્યારબાદ, એને ઠંડુ કરીને ગાળી લેવું અને એનાથી વાળ ધોવા.

3. તેલ માલિશ
આ ઉપાયમાં, આયુર્વેદિક ડૉક્ટર વાળ કાળા કરવા માટે એક ખાસ તેલ બનાવીને તેનાથી મસાજ કરવાની સલાહ આપે છે. આ ખાસ તેલ બનાવવા માટે 100 ml કોપરેલમાં 100 ml તલનું તેલ મિક્સ કરી લો. હવે, લોખંડની એક તાવડીમાં તેલ નાખો, તેમાં એક મુઠ્ઠી લીમડાના પાન નાખીને ધીમા તાપે પકાવી લો. જ્યારે પાન કાળા પડવા લાગે ત્યારે ગૅસ બંધ દો. આ તેલને ઠંડુ કરીને ગાળી લો અને કાચની બોટલમાં ભરી લો.
અઠવાડિયામાં બેથી ત્રણ વાર, આ તેલ વડે હળવા હાથેથી માથામાં માલિશ કરવી. આયુર્વેદિક તબીબના મતે, તે વાળના મૂળને મજબૂત બનાવે છે, ખરતા અટકાવે છે અને સમયાંતરે, વાળને ફરીથી કાળા બનાવવામાં પણ સહાયક સિદ્ધ થાય છે.
ડૉક્ટર જણાવે છે કે, આ ત્રણેય નુસખા એક સાથે મળીને, કોઈ પણ જાતની આડઅસર વિના વાળને અંદરથી પોષણ પૂરું પાડે છે અને બહારથી સુરક્ષા પ્રદાન કરે છે અને વાળને કુદરતી રંગ પણ આપે છે. સતત 30 દિવસ સુધી અજમાવવાથી તમને એના ચમત્કારી પરિણામો જોવા મળી શકે છે.
આ પણ વાંચો:ચરબી ઘટાડવાની સારવારની ભ્રામક જાહેરાતોને લઈને ગ્રાહક સુરક્ષા સંસ્થા દ્વારા VLCC ને ₹3 લાખનો દંડ
આ પણ વાંચો:ઉપવાસમાં બનાવો સાબુદાણા મોમોઝ, આ છે હેલ્ધી નાસ્તાનો ઑપ્શન…
