Patan News/ મોતનો હાઈવે! હારીજ ITI પાસે લક્ઝરી બસ અને એક્ટિવા વચ્ચે ટક્કર, 2 લોકોના ઘટનાસ્થળે મોત

હારીજ-રાધનપુર હાઈવે પર લક્ઝરી બસ અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. (Harij Radhanpur Highway Accident) બસ પલટી મારી જવાથી 2 લોકોના મોત થયા છે.

Gujarat Others Trending
Accident

Harij Radhanpur Highway Accident: ઉત્તર ગુજરાતના માર્ગો પર અકસ્માત (Accident)નો સિલસિલો યથાવત્ રહ્યો છે. પાટણ જિલ્લાના હારીજ-રાધનપુર હાઈવે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. હારીજ આઈટીઆઈ (ITI) પાસે લક્ઝરી બસ અને એક્ટિવા વચ્ચે સર્જાયેલી જોરદાર ટક્કરમાં બે લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે એક્ટિવાને ટક્કર માર્યા બાદ લક્ઝરી બસ હાઈવે પર જ પલટી મારી ગઈ હતી.

ઘટનાસ્થળે જ બે લોકોના મોત

Harij Radhanpur Highway Accident ની મળતી વિગતો અનુસાર, હારીજ ITI નજીક લક્ઝરી બસે એક્ટિવાને અડફેટે લીધું હતું. ટક્કર લાગતા જ એક્ટિવા ચાલક ફંગોળાયો હતો અને લક્ઝરી બસ પરથી ચાલકે કાબૂ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં એક્ટિવા ચાલક અને બસમાં સવાર એક મુસાફરનું ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

હાઈવે પર ટ્રાફિક જામ અને બચાવ કામગીરી

અકસ્માતને પગલે હાઈવે પરથી પસાર થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. બસ પલટી મારી જવાથી બસમાં સવાર અન્ય મુસાફરોમાં પણ ચીસાચીસ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ હારીજ પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો અને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પાટણમાં સમી-રાધનપુર હાઇવે ગોઝારો અકસ્માત, 6ના મોત

આ પણ વાંચો: પાટણમાં સર્જાયો ત્રિપલ અકસ્માત,આગ લગતા એકનું મોત

આ પણ વાંચો: પાટણમાં રાધનપુર હાઈવે પર સર્જાયો ત્રિપલ અકસ્માત