@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
થાનગઢ પંથકમાં ગેરકાયદેસર ખોદકામની શરૂઆતમાં જ ખાખરાળી અને ગુગલીયાણા વચ્ચે ના વિડમા 120 ફૂટ ઊંડા ખાડામાં ભેખડ માં હસી પડતા 17 વર્ષના કિશોરનું મોત થયું છે જ્યારે અન્ય ૨૧ વર્ષના યુવાનને ઇજા થતા સારવાર માટે લઈ જવામાં આવ્યો છે .
ખાખરાળી અને ગુગલીયાણા ગામ વચ્ચે આવેલા વિડમા ગુરુવારે ખોદકામ ચાલુ હતું ત્યારે 120 ફૂટ ઊંડા ખાડામાં શ્રમિકો કામ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક ભેખડ ધસી પડતા બે શ્રમિક દબાયા હતા જેમાં 17 વર્ષના સગીરનું મોત થયું હતું જ્યારે 21 વર્ષના યુવાને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જોકે આ બાબત હજુ સુધી પોલીસ મથકે કોઈ જ જાણ કરવામાં આવી નથી.
આટલું જ નહીં પરંતુ મરનાર શ્રમિક ના અગ્નિ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યો છે સગીરના મોતના મામલાને ખાણીયા રાજાઓ એ પૈસાના જોરે દબાવી દીધો હોવાનું કહેવામાં આવી રહ્યું છે આ અંગે થાન પી.આઈ ચૌધરીએ જણાવ્યું કે હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી.
શ્રમિક ના મોત નો ભાવ ચાર લાખ, ચાર વર્ષમાં કુલ 20 ના મોત થયા
ખાણીયા રાજાઓ જ્યારે પણ આવી ઘટના બને છે ત્યારે મરનાર વ્યક્તિના પરિવારને પહેલા સાંત્વના આપીને પૈસાની લેતીદેતી ની વાત કરે છે.
એવું કહેવામાં આવે છે કે ખાણમાં જ્યારે પણ વ્યક્તિનું મોત થાય છે ત્યારે તેના પરિવારને રૂપિયા 4 લાખ જેટલી રકમ આપી દેવામાં આવે છે.
અને આનાથી જ પરિવારના સભ્યો પણ કોઈ કાર્યવાહી કરતા નથી.
ઊલટાનો દીકરા નું મોત કુદરતી રીતે કે અન્ય કોઈ રીતે થયા ના જવાબો લખાવે છે આથી અત્યાર સુધીમાં કોઈ કાર્યવાહી થઈ શકી નથી. આમ છેલ્લા ચાર વર્ષમાં 20 શ્રમિકોનાં મોત થયા પણ કોઈ ફરિયાદ નોંધાઈ નથી. થાનગઢ તાલુકાના સારોડી ગામના એક યુવાનનું ખાણની અંદર ભેખડ પડતાં મોત એ ગંભીર રીતે ઘવાયો
થાનગઢ તાલુકામાં કોલસાનો કાળો કાળો પણ સરકારી અધિકારી માટે મોટી આવા હોવાથી બંધ કરવામાં આવતું નથી થાનગઢ મૂડી સાયલા તાલુકાની અંદર અત્યારે અંદાજે 200 થી પણ વધારે ખાડા નું કામકાજ ચાલોદર વર્ષે 5 થી 7 યુવાનનું મોત થાય છે.
આ મોત ની અંદર સોળસો ટકા કોળી સમાજના છોકરાઓનું મોત થાય છે આ વિસ્તારની અંદર ધારાસભ્ય કોળીના સંસદ સભ્ય કોળી સમાજના તો આ મોતનું તાંડવ શું આ નેતાઓને દેખાતું, જ્યારે એક ખાડો હપ્તો એકલા 20000 પડે છે તેમાં તમામ જિલ્લાના અધિકારીઓ સુધી પહોંચે છે
આ કોલસાના કારોબારની અંદર સ્થાનિક નેતા અને જિલ્લાના બંને પક્ષના રાજકારણીઓ ભાગ હોવાથી ભાજપ હોય કે કોંગ્રેસ બંને ના નેતા મોઢા બંધ કરી દે છે તો શું આ લોકોના આમાં કાળા કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
