Not Set/ અશાંતિ મામલે ભાજપ-કોંગ્રેસ આમને-સામને, ધાનાણીનાં વાર પર નીતિન પટેલનો પલટવાર

અમદાવાદમાં CAAનો શાંતિપૂર્ણ વિરોધે અચાનક હિંસક બન્યો અને ટોળા દ્વારા પોલીસ અને પત્રકાર સહિતનાંને જે રીતે નિશાન બનાવવામાં આવ્યા અને ભાંગફોડિયાત્વો દ્વારા જે રીતે પથ્થરબાજી કરી આતંકનું માહોલ ઉભુ કરવાનો પ્રયાસ કરી પોલીસ પર હિંસક, હિચકારો અને જાનલેવા હુમલો કરવમાં આવ્યો આ મામલે ભાજપ અને કોંગ્રેસ એકમેક પર વાર પલટવાર કરતા જોવામાં આવ્યા. ભાજપ પર […]

Top Stories Gujarat Politics

અમદાવાદમાં CAAનો શાંતિપૂર્ણ વિરોધે અચાનક હિંસક બન્યો અને ટોળા દ્વારા પોલીસ અને પત્રકાર સહિતનાંને જે રીતે નિશાન બનાવવામાં આવ્યા અને ભાંગફોડિયાત્વો દ્વારા જે રીતે પથ્થરબાજી કરી આતંકનું માહોલ ઉભુ કરવાનો પ્રયાસ કરી પોલીસ પર હિંસક, હિચકારો અને જાનલેવા હુમલો કરવમાં આવ્યો આ મામલે ભાજપ અને કોંગ્રેસ એકમેક પર વાર પલટવાર કરતા જોવામાં આવ્યા.

ભાજપ પર પ્રહાર કરતા ગુજરાત કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને વિધાનસભાનાં વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણી દ્વારા ટ્વીટ કરીને કહેવામાં આવ્યું કે, આ ભાજપ વિરુધ ભારતની લડાઇ

તો સામે ભાજપ દ્વારા પણ કોંગ્રેસ પર  આ મામલે વળતા પ્રહારો કરીને કહેવામાં આવ્યું છે કે, આ અશાંતિ ફેલાવવાનો પ્રયાસ આગોતરા પ્લાનિંગ સાથેનો હતો અને તેમાં કોંગ્રેસનો હાથ છે. ગુજરાત રાજ્યનાં ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે આ મામલામાં કોંગ્રેસનો હાથ હોવાની વાત કહી છે. ઉપમુખ્યમંતત્રી નીતિન પટેલ દ્વારા કહેવામાં આવ્યું કે, આ પૂર્વ આયોજિત કાવતરૂ છે.

દેશ જ્યારે CAAનાં મામલે લગભગ લગભગ અજંપાની સ્થિતિમાં છે અને અમુક વિસ્તારોને બાદ કરતા દેશનાં તમામ વિસ્તારોમાં CAAનો દેખવા અને તે પણ હિંસક દેખાવ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકીય નેતાઓ એકબીજા પર નિશાન સાધી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.