Rajkot/ રૂડા કાલાવાડરોડ પર ઈડબલ્યુએસ ૧ અને ૨ કક્ષાના ૩,૩૩૪ આવાસો વર્ષાંતે તૈયાર કરશે : ઉદિત અગ્રવાલ

રૂડા રાજકોટ દ્વારા રાજકોટના હ્રાદ સમાન કાલાવાડ રોડ પર ટીપી ૦૯, ફા.પ્લોટ-૯એ, ૩૩એ અને ટીપી૧૭, ફા.પ્લોટ-૭૩, ૭૯, ૮૦, ૮૯, ૯૫ આર્થીક રીતે નબળા વર્ગના લોકો માટે ઇ.ડબલ્યુ.એસ.-૧

Top Stories Gujarat
1

રૂડા રાજકોટ દ્વારા રાજકોટના હ્રાદ સમાન કાલાવાડ રોડ પર ટીપી ૦૯, ફા.પ્લોટ-૯એ, ૩૩એ અને ટીપી૧૭, ફા.પ્લોટ-૭૩, ૭૯, ૮૦, ૮૯, ૯૫ આર્થીક રીતે નબળા વર્ગના લોકો માટે ઇ.ડબલ્યુ.એસ.-૧ કક્ષાના કુલ ૧૨૭૨ આવાસ ૭ અને ૮ માળની ઇમારત અને ઇ.ડબલ્યુ.એસ.-૨ કક્ષાના કુલ ૨૦૬૨ આવાસ માટે ૮ અને ૧૪ માળની વિશાળકાય ઇમારતોનુ બાંધકામ ચાલુ છે. જે ડીસેમ્બર ૨૦૨૧ સુધીમાં પુર્ણ કરવાનુ અને લાભાર્થીઓને સોંપવાનુ આયોજન છે.

bird-flu / ગુજરાતમાં વધુ એક જીલ્લામાં બર્ડ ફ્લુની એન્ટ્રી, વહીવટી તંત્ર…

ઇ.ડબલ્યુ.એસ.-૧એક આવાસમાં ૩૨૩ ચો.ફુટ અને ઇ.ડબલ્યુ.એસ.-૨ના એક આવાસમાં ૪૩૦ ચો.ફુટ કારપેટ એરીયાનું બાંધકામ ભુકંપ પ્રતિરોધક સ્ટ્રકચર્સ સાથે આપવામાં આવશે. આવાસોના ફલોરીંગ,વોલ ટાઇલ્સ વરમોરા અને સનહાર્ટ કંપનીની, ઇલેકટ્રીક વાયરીંગ અને ફીટીંગ હેવેલ્સ કંપનીનુ, લીફટ એક્ષપ્રેસ કંપનીની, ચાઇના મોઝેકનુ છત પર વોટરપ્રફીંગ, ગ્રીન મારબલના રસોડામાં ઉભા પ્લેટફોર્મ, એનોડાઇઝ કોટીંગ સાથે એલ્યુમીનીયમની બારી ગ્રીલ, બાલ્કની, ટીવી ડીશ કનેકશન વાયરીંગ સાથે આ આવાસો બનાવવામાં આવી રહ્યા છે.

1
2

પાણીની સમસ્યા / ગુજરાતના 17.57 લાખ પરિવારો શુદ્ધ પાણીથી વંચિત, દેશમાં શુદ્ધ …

આ ઇમારતોના પ્રાંગણમાં ફાયર સેફટીની વ્યવસ્થા,પીવાના પાણી અને ગટર વ્યવસ્થા, વોટર હાર્વેસ્ટીંગ સીસ્ટમ,વિશાળ વાહન પાર્કીંગ, બગીચા, કોમર્શીયલ કોમ્પલેક્ષની સુવિધા ઉપલ્બધ થશે. આમ,બજારમાં ઇ.ડબલ્યુ.એસ.-૧ના આવાસો અંદાજે ૧૫ થી ૧૭ લાખમાં ઉપલબ્ધ થતાં ફલેટ રૂડા દ્વારા ૩.૦૦ લાખની કિંમતમાં જ લોકો માટે ઉપલબ્ધ બનશેતેમજ ઇ.ડબલ્યુ.એસ.-૨ના આવાસો અંદાજે ૧૮ થી ૨૦ લાખમાં ઉપલબ્ધ થતાં ફલેટ રૂડા દ્વારા ૫.૫૦ લાખની કિંમતમાં જ લોકો માટે ઉપલબ્ધ બનશે.

3

કૃષિ આંદોલન / સુપ્રીમ કોર્ટે કેન્દ્રની કાઢી આકરી ઝાટકણી, કાયદા પર અત્યારે …

હાલ ઇ.ડબલ્યુ.એસ.-૧ના૧૨૨ આવાસોની બાકી રહેતી ફાળવણી માટે અરજીફોર્મ માગવામાં આવેલ છે.અરજીફોર્મ ત્રણ બેન્કની ૩૮ શાખાઓ અને રૂડા કચેરી સહિત કુલ ૩૯ સ્થળથી ફોર્મનુ વેચાણ તા.૧૬.૧.૨૧ સુધી ચાલુ છે.આ આવાસો માટે તા.૮.૧.૨૧ સુધીમાં EWS 1 ના કુલ ૧૫૩૯ ફોર્મનુ વેચાણ થયેલ છે.ઇ.ડબલ્યુ.એસ.-૨ના૩૦૩ આવાસોની બાકીરહેતી ફાળવણી માટે તા.૮.૧.૨૧ સુધીમાં કુલ ૩૭૬૬ ફોર્મનુ વેચાણ થયેલ છે.તો લોકોને વહેલી તકે ફોર્મ જમા કરાવીને લાભ લેવા રૂડાના ચેરમેન દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…