Ahmedabad News: અમદાવાદ (Ahmedabad) શહેરમાં AMC સંચાલિત V.S. હોસ્પિટલ (V.S. Hospital)ના 9 ડોક્ટરો (Doctors)ને સસ્પેન્ડ (Suspend) કરાતા ખળભળાટ મચી ગયો છે. ક્લિનીકલ રિસર્ચ માટે નેશનલ મેડિકલ કમિશન (National Medical Commission) અને ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાના (Drugs Controller General of India) નિયમો મુજબ એથિકલ કમિટી (Ethical Committee)ની રચના ન કરાતા સસ્પેન્ડ કરાયા હોવાનું જાણવા મળેલ છે.
વી.એસ. હોસ્પિટલમાં દર્દીઓ પર દવાનું ક્લિનિકલ રિસર્ચ કરવામાં આવ્યું હોવાનું કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કૌભાંડ મામલે વિજીલન્સ તપાસ સોંપાઈ હતી, જેમાં મુખ્ય સૂત્રધાર ડો. મનિષ પટેલ છે. ફાર્માકોલોજીસ્ટ ડો. દેવાંગ રાણાનાનાં નિર્દેશના આધારે સમગ્ર કૌભાંડને અંજામ અપાયો હતો. એવું પણ જાણવા મળ્યું છે કે એક જ ટેસ્ટ માટે દર્દીઓ પાસેથી રૂપિયા 32 લાખ પડાવવામાં આવ્યા હતા.
વી.એસ. હોસ્પિટલ (V.S. Hospital)માં DGCIના નિયમોનું ઉલ્લંઘન થતાં કડક પગલાં લેવામાં આવ્યા છે. હોસ્પિટલમાં ફરજ બજાવતાં એસોસિયેટ પ્રોફેસર દેવાંગ રાણા, યાત્રી પટેલ, રોહન શાહ, રાજવી પટેલ, દર્શિલ શાહ, શાલીન શાહ, રોહન શાહ, કંદર્પ શાહ, ધૈવત શુક્લને સસ્પેન્ડ કરાયા છે. સૂત્ર મુજબ 9 તબીબો ગેરકાયદે દવાના ક્લિનીકલ ટ્રાયલ કરાયા હતા અને તેની તપાસ કરતાં રિપોર્ટ સામે આવતાં ઘટસ્ફોટ થયો છે. ફાર્મા કંપની (Pharma Company)ઓના સંશોધનનાં નામે કરોડોની લેતીદેતીમાં સંડોવાયેલા દેવાંગ રાણા સહિત કોન્ટ્રાક્ટ પર રખાયેલા 8 ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે તત્કાલિન મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ વિરૂદ્ધ કાર્યવાહી પણ કરાશે.

પ્રાપ્ત માહિતી અનુસાર મ્યુનિસિપાલિટી બોર્ડની બેઠકમાં વિપક્ષનાં મહિલા કોર્પોરેટરે દવાના રિસર્ચ કંપનીઓને મંજૂરી આપવામાં કરોડોની લેતીદેતીનાં આક્ષેપો કરતા સત્તાધીશોએ તપાસ હાથ ધરી હતી. જેમાં કયા ખાતાના ડિરેક્ટર, તબીબ, તેમજ અન્ય કયા સત્તાધીશ સંડોવાયેલા છે તેની તલસ્પર્શી તપાસ હાથ ધરાઈ હતી. હેરમાં AMC સંચાલિત V.S. હોસ્પિટલ (V.S. Hospital)ના 9 ડોક્ટરોને સસ્પેન્ડ કરાતા ખળભળાટ મચી ગયો છે. ક્લિનીકલ રિસર્ચ (Clinical Research) માટે નેશનલ મેડિકલ કમિશન અને ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાના નિયમોનું ઉલ્લંઘન થતાં અમદાવાદ મ્યુનિસિપલ (AMC Comissioner) કમિશ્નર બંછાનિધિ ગચ્છાપાની એક્શનમાં આવ્યા હતા. VS અને વિજિલન્સ વિભાગના અધિક્ષક, NHL મેડિકલ કોલેજના ડીન અને DYMCના ડિરેક્ટર વગેરેની કમિટી બનાવી તપાસ હાથ ધરાવી હતી.
આ પણ વાંચો:અમદાવાદ વી.એસ.હોસ્પિટલની બેદરકારી, મહિલાનો મૃતદેહ બદલાતા હોબાળો
આ પણ વાંચો:અમદાવાદ:વી.એસ. હોસ્પિટલ બહાર કોંગ્રેસનો દેખાવો
આ પણ વાંચો:તારક મહેતાના દેહનું દાન કરવામાં આવ્યુ, વી.એસ.હોસ્પિટલમાં મેડિકલ કોલેજમાં કરવામાં આવ્યું દાન
