તાપીના ઉચ્છલના ભીંતબુદ્રક ગામે ફરી એક વખત દીપડો પાંજરે પુરાયો છે. ખોરાકની શોધમાં ફરતા દીપડાને પાંજરામાં પુરવામાં આવ્યો હતો. દીપડાની ઉંમર ત્રણ વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. વન વિભાગની ટીમ દ્વારા એક ખેડૂતના ખેતરમાંથી દીપડાને પાંજરે પુરવામાં આવ્યો હતો. નોંધનીય છેકે 15 દિવસ અગાઉ આ જ ગામમાં દીપડો પકડાયો હતો. તાપી જિલ્લાના જંગલોમાંથી દીપડા જાણે શહેરો તરફ વળ્યા છે ત્યારે રહેવાસીઓમાં પણ ફફડાટ વ્યાપ્યો છે ત્યારે દીપડા પકડાવવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે.
