gujarat weather news/ ગુજરાતમાં આગામી 5 દિવસ માવઠાની આગાહી, દરિયો ન ખેડવા માછીમારોને સૂચના

ગુજરાતમાં આગામી 5 દિવસ માટે માવઠાની આગાહી કરવામાં આવી છે.

Gujarat Others

Gujarat Weather news ગુજરાતમાં આગામી 5 દિવસ માટે માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વાર ગુજરાત રાજ્યમાં આગામી 5 દિવસમાં માવઠું થાય એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો રાજ્યમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમ હાલ સક્રિય છે. જેનાલીધે ગાજવીજ સાથે કરા સાથે વરસાદ પડે તેવી આગાહી કરાઈ છે.

સોમવારે રાજ્યમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ વરસી ગયો હતો. તેવામાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં ઝડપી પવન ફૂંકાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. તેમજ ભાવનગર, અમરેલી, ભરુચ, અને સુરતમાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાશે.

કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગર અને ખેડામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેની સાથે જ હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા અંગેની સૂચના અપાઈ છે. ગાજવીજ સાથે કરા પડે તેવી પણ હવામાને આગાહી કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં મહિલા પોલીસકર્મીનો ગળાફાંસો ખાઈને આપઘાત, ડાયરીમાંથી સુસાઈડ નોટ મળી આવી

આ પણ વાંચો:જામનગરમાં પરપ્રાંતીય તરુણી અને યુવકે ગળાફાંસો ખાધો

આ પણ વાંચો:પ્રેમસંબંધનો કરૂણ અંજામ : યુવતીના મંગેતરે પ્રેમીની હત્યા કરી દેતા પ્રેમિકાએ ખાધો ગળાફાંસો