નિધન/ જૂનાગઢના પદ્મશ્રી કવિ દાદનું અવસાન

કવિ દાદનું લાંબી માંદગી બાદ નિધન

Gujarat

ગુજરાતના લોકસાહિત્ય કવિ દાદુદાન ગઢવી એટલે કવિ દાદનું આજે નિધન થયું છે જેના લીધે સાહિત્યજગતને મોટી ખોટ પડી છે. કવિ દાદ લાંબા સમયથી બિમાર હતા. સરકારે તેમને આ વર્ષે પદ્મશ્રીથી સન્માનિત કર્યો હતાં.

કવિ દાદ 85 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી ગયા. તેઓ સાહિત્ય જગતમાં ઉચ્ચ કોટીનું નામ ધરાવતા હતા. તેમની પ્રસિદ્ધ રચના કાળજા કેરો કટકો મારો ગાંઠથી છુટી ગયો આજે પણ લોકોની આંખોમાં પાણી લાવી દે છે. આ ઉપરાંત તેમના હસ્ત લેખીત કન્યા વિદાયના  ગીતો ખુબ લોકપ્રીય હતા. પદ્મશ્રી ઉપરાંત ઝવેરચંદ મેધાણી એવોર્ડથી પણ તેઓને સન્નમાનીત કરવામાં આવ્યા હતા. તેમના કાવ્યોમાં વતનની મહેંક અને લોકસાહિત્ય વણાયેલુ હતુ. જેથી તેઓ કવિ ગીર તકીરે જાણીતા હતા. તેમની લોકપ્રીય રચનાઓની વાત કરીએ તો ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવુ, હિરણ હલકાણી જોબનવાળી નદી રૃપાળી નખરાળી, કૈલાસ કે નિવાસી નમુ બાર બાર હું, મોગલ આવે નવ રાત રમવા સહિત અનેક કૃતિઓ લખી હતી.તેમણે ગુજરાતી ફિલ્મો માટે પણ ગીત લખ્યા હતા.