Jamnagar News/ જામનગરમાં 8 લાખની લાંચ લેતા અમદાવાદનો આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર ઝડપાયો

જામનગરમાં એસીબીએ છટકું (ACB Trap) ગોઠવી 8 લાખની લાંચ સ્વીકારતા અમદાવાદ ઓડિટ ભવનના આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર વિનસકુમાર સાવરીયાને આરોપીની કારમાંથી ઝડપી લેવામાં આવ્યો.

Gujarat Top Stories Others Breaking News
acb trap

Jamnagar News: રાજ્યમાં ભ્રષ્ટાચાર સામે લાલ આંખ કરતાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ જામનગરમાં સફળ છટકું (ACB Trap) ગોઠવી 8,00,000ની લાંચ લેતા અમદાવાદના નવરંગપુરા સ્થિત ઓડિટ ભવનના ક્લાસ-2 અધિકારીને રંગે હાથે ઝડપી લીધો છે. હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં એક જાગૃત નાગરિકની ફરિયાદ આધારે આરોપી ઝડપાયો છે.

ACB Trap : આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર લાંચ લેતા ઝડપાયો

આરોપી વિનસકુમાર સાવરીયા (ઉં.વ. 44) છે. તેઓ ઓડિટ ભવન, નવરંગપુરા, અમદાવાદ (પીડી સેન્ટ્રલ) ખાતે આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર (Assistant Audit Officer) તરીકે ફરજ બજાવે છે.

ફરિયાદીની ઓફિસના મેનેજીંગ ડાયરેક્ટરના વર્ષ 2024-25ના ઇન્કમટેક્ષ રીટર્ન (Income Tax Return)ની ક્વેરીનું નિરાકરણ થઈ ગયું હતું અને એસેસમેન્ટ બંધ થઈ ચૂક્યું હતું. આરોપીએ આ એસેસમેન્ટ ઓડિટ માટે ફરી ખોલવામાં ન આવે તેના બદલામાં ફરિયાદી પાસે રૂબરૂ 8 લાખની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો.

કારમાં ગોઠવાયું છટકું

ફરિયાદના આધારે જામનગર-રાજકોટ હાઇવે પર ત્રીમંદીર જવાના સાઇનબોર્ડ પાસે, ઇન્કમટેક્ષ ઓફિસની બાજુમાં આરોપીની કારમાં છટકું ગોઠવાયું હતું. આરોપીએ ફરિયાદી સાથે વાતચીત કરી 8,00,000 માંગ્યા અને તે રકમ સ્વીકારી. ત્યારબાદ ACBની ટીમે તેમને ઝડપી લીધા હતા.


આ પણ વાંચો: મોબાઈલ પરત આપવા PSIએ માગી રૂ.20 હજારની લાંચ: ડભોઈ રેલવે પોલીસ સ્ટેશનમાં ACBનો છટકો

આ પણ વાંચો: છૂટા કર્યાં પણ આવી રીતે! Canvaએ કર્મચારીઓને આપ્યું ફ્રી MacBook, 6 મહિનાનો પગાર અને કારકિર્દી સહાય

આ પણ વાંચો: અમરેલીમાં સિંચાઈ વિભાગની કચેરીમાં ACBની ટ્રેપ, લાંચ સ્વીકારતા બે કર્મચારી પકડાયા