Vadodara News/ મોબાઈલ પરત આપવા PSIએ માગી રૂ.20 હજારની લાંચ: ડભોઈ રેલવે પોલીસ સ્ટેશનમાં ACBનો છટકો

ડભોઈ રેલવે પોલીસ સ્ટેશનની PSI એકતા પંડ્યા મોબાઈલ પરત આપવા રૂ.20 હજારની લાંચ (PSI Bribery Case) લેતા ACBના છટકામાં ઝડપાયાં. ACBએ સંપૂર્ણ રકમ રિકવર કરી.

Top Stories Gujarat Vadodara Breaking News
PSI Bribery Case: ડભોઈ રેલવે પોલીસની PSI રૂ.20 હજારની લાંચ લેતા ઝડપાઈ

Vadodara News: ડભોઈ રેલવે પોલીસ (Dabhoi Railway Police) સ્ટેશનમાં ફરજ બજાવતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) એકતા પંડ્યા રૂ.20 હજારની લાંચ (PSI Bribery Case) લેતાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ના છટકામાં ઝડપાયાં છે. પ્રોહિબિશનના ગુનામાં આગોતરા જામીન મેળવ્યા બાદ પોલીસ સ્ટેશનમાં હાજર થયેલા વ્યક્તિનો મોબાઈલ ફોન પરત આપવા માટે તેમણે લાંચ માગી હોવાનો આક્ષેપ છે. ACBની ટીમે છટકા (ACB Trap Gujarat) દરમિયાન લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

PSI Bribery Case: મોબાઈલ પરત આપવા રૂ.20 હજારની લાંચ માગી

ACBમાં નોંધાયેલી વિગતો મુજબ, એક જાગૃત નાગરિક વિરુદ્ધ ડભોઈ રેલવે પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો. આ ગુનાની તપાસ PSI એકતા પંડ્યા (Ekta Pandya) કરી રહ્યાં હતાં. દરમિયાન ફરિયાદીએ ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદમાંથી આગોતરા જામીન મેળવ્યા બાદ ડભોઈ રેલવે પોલીસ સ્ટેશનમાં હાજરી આપી હતી.

આ સમયે PSI એકતા પંડ્યાએ ફરિયાદીનો મોબાઈલ ફોન લઈ લીધો હતો. મોબાઈલ ફોન પરત મેળવવો હોય તો રૂ.20 હજાર આપવા પડશે તેમ જણાવ્યું હતું. લાંચની રકમ આપવાની ઇચ્છા ન હોવાથી ફરિયાદીએ ACBનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.

PSIની ચેમ્બરમાં ACBએ ગોઠવ્યું છટકું

ફરિયાદના આધારે ACB દ્વારા 17 નવેમ્બરના રોજ છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઈ રેલવે પોલીસ સ્ટેશનમાં PSIની ચેમ્બરમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન એકતા પંડ્યાએ ફરિયાદી પાસે રૂ.20 હજારની લાંચની માગણી કરી હતી અને રકમ સ્વીકારતાં જ ACBની ટીમે તેમને ઝડપી પાડ્યાં હતાં.

ACBએ લાંચની સંપૂર્ણ રૂ.20 હજારની રકમ કબજે કરી હતી. આ ટ્રેપની કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.કે. ચારેલ, છોટાઉદેપુર ACB પોલીસ સ્ટેશન તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. હાલ આ મામલે ACB દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો: દિવાળીના હપ્તા માટે પશુપાલક પાસે લાંચ માગી, ગાંધીનગર મનપાનો આઉટસોર્સ કર્મચારી ઝડપાયો

આ પણ વાંચો: અમરેલીમાં સિંચાઈ વિભાગની કચેરીમાં ACBની ટ્રેપ, લાંચ સ્વીકારતા બે કર્મચારી પકડાયા

આ પણ વાંચો: વડોદરામાં લાંચ કેસમાં VMCના સુપરવાઈઝર અને સિપાઈને 3 વર્ષની સજા