Gandhinagar News: ગાંધીનગર મહાનગરપાલિકાની CNCD શાખામાં ફરજ બજાવતા આઉટસોર્સ કર્મચારીને લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી (Bribe Case Gandhinagar) પાડ્યો છે. લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર તરીકે કામ કરતા 22 વર્ષીય જયદીપસિંહ રામસિંહ રાજપૂતે પશુપાલક પાસેથી રખડતાં ઢોરના કેસ (Live Stock Inspector Brib) નહીં કરવા અને દિવાળીના તહેવારના હપ્તા પેટે શરૂઆતમાં રૂ.40 હજારની લાંચ માગી હતી. જોકે, ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ગોઠવાયેલા છટકામાં આરોપી રૂ.22 હજાર સ્વીકારતાં ઝડપાયો હતો.
Bribe Case Gandhinagar: ઢોર પકડવાની કામગીરીમાં હતો ફરજ પર
મળતી માહિતી મુજબ, ફરિયાદી પશુપાલનનો વ્યવસાય કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આરોપી જયદીપસિંહ રાજપૂત ગાંધીનગર મનપાની CNCD શાખા હેઠળ ઢોર પકડવાની કામગીરી કરતી ટીમમાં લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર (LI) તરીકે આઉટસોર્સ એજન્સી મારફતે નોકરી કરતો હતો.
આક્ષેપ મુજબ, ફરિયાદીનાં પશુઓ પકડવામાં આવે તો તેમની સામે નિયમ મુજબ દંડાત્મક કાર્યવાહી નહીં કરવા અને આગામી દિવાળીના તહેવાર નિમિત્તે હપ્તા પેટે આરોપીએ શરૂઆતમાં રૂ.40 હજારની લાંચ માગી હતી. ફરિયાદી આટલી મોટી રકમ આપવા સક્ષમ ન હોવાથી અને લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે ગાંધીનગર ACB પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ (ACB Raid Gujarat) નોંધાવી હતી.
સેક્ટર-28માં છટકો ગોઠવી લાંચ લેતાં ઝડપ્યો
ફરિયાદના આધારે ગાંધીનગર ACBની ટીમે લાંચિયા કર્મચારીને પકડવા માટે છટકાનું આયોજન કર્યું હતું. આ માટે ગાંધીનગરના સેક્ટર-28માં આવેલા ગાર્ડનની પાછળના રસ્તા પર ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો.
નક્કી કરેલી યોજના મુજબ, આરોપી જયદીપસિંહે ફરિયાદી સાથે વાતચીત કર્યા બાદ રૂ.22 હજારની લાંચની રકમ સ્વીકારી હતી. તે જ સમયે ત્યાં હાજર ACBની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો હતો. ટીમે લાંચની સંપૂર્ણ રકમ પણ રિકવર કરી લીધી હતી.
ACBની કાર્યવાહીથી મનપામાં ચર્ચા
દિવાળીના તહેવાર દરમિયાન હપ્તા પેટે લાંચ માગવાના આક્ષેપ સાથે થયેલી આ કાર્યવાહીને પગલે ગાંધીનગર મહાનગરપાલિકાના (Gandhinagar Municipal Corporation) વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. હાલ ACBએ આરોપી જયદીપસિંહ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે..
આ પણ વાંચો: અમરેલીમાં સિંચાઈ વિભાગની કચેરીમાં ACBની ટ્રેપ, લાંચ સ્વીકારતા બે કર્મચારી પકડાયા
આ પણ વાંચો: વડોદરામાં લાંચ કેસમાં VMCના સુપરવાઈઝર અને સિપાઈને 3 વર્ષની સજા
આ પણ વાંચો: વડોદરામાં લેબર લાયસન્સ માટે રૂ.70 હજારની લાંચ, બે શ્રમ અધિકારીઓ ACBના છટકામાં ઝડપાયા
