આજે આખા દેશમાં ૨૧ સરકારી અને ૯ ખાનગી બેન્કના ૧૦ લાખ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયનની અપીલ પર આ હડતાળ કરવામાં આવી છે.
આ હડતાળમાં કર્મચારીઓના ૪ અને અધિકારોના ૫ યુનિયન શામેલ છે.
નેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ બેંક વર્કર્સના અશ્યક્ષ અશ્વિની રાણાએ જણાવ્યું હતું કે જૂની ખાનગી બેંક જે યુનિયન સાથે જોડાયેલી છે તેમાં આજે કોઈ કામકાજ નહી થાય .
શું જરૂર પડી હડતાળની ?
સરકારે બેંક ઓફ બરોડા, દેના બેંક અને વિજય બેંકને મર્જર કરવાનો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયનો વિરોધ બેંકના કર્મચારીઓ કરી રહ્યા છે.
નેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ બેંક વર્કર્સનું કહેવું છે કે આ બેન્કોમાં પબ્લિકના પણ શેર છે. સરકારને પોતાની જાતે જ નિર્ણય લેવાનો કોઈ અધિકાર નથી.
વધુમાં તેમણે કહ્યું હતું કે અમારી માંગ છે કે દરેજ પક્ષ સાથે વાતચીત કર્યા બાદ નિર્ણય લેવો જોઈએ.
આ ઉપરાંત વેતનમાં વધારો કરવાની માંગ પણ તેમણે રજૂ કરી છે. વેતન વધારા માટે જે તર્ક ઇન્ડિયન બેન એસોસિયેશન આપી રહ્યું છે તે બેન્કના કર્મચારીના સંઘને સ્વીકાર નથી.
