કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આજે નોટબંધીને લઈને પ્રધાનમંત્રી મોદી પર હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે નોટબંધીને લઈને પીએમ મોદીએ દેશને જવાબ આપવો જોઈએ કે દેશને આટલો મોટો ફટકો શા માટે માર્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે દેશના જીડીપીમાં બે ટકાનો ઘટાડો થયો છે. અને આ કારણે હજારો લોકો બેરોજગાર થઇ ગયા. એમના ધંધા રોજગાર બંધ થઇ ગયા.
Rafale is a clear-cut case. Anil Ambani never made aircraft. He is under Rs 45000 crore loan&opened a company just a few days before Rafale deal. HAL has been making aircraft for past 70 years. An aircraft that was for Rs520 Cr was bought for Rs 1600 Cr, why?: Rahul Gandhi 1/2 pic.twitter.com/8d8kT4YJdk
— ANI (@ANI) August 30, 2018
રાહુલે આગળ કહ્યું કે નોટબંધી એક ગોટાળો છે. કાળુધન સફેદ કરવા માટે નોટબંધી કરવામાં આવી હતી. એમણે ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર આરોપ લગાવતા કહ્યું કે જે બેંકમાં અમિત શાહ ડાયરેક્ટર હતા, એમાં 700 કરોડ રૂપિયા બદલવામાં આવ્યા. એનો પણ જવાબ આપવો જોઈએ.
#WATCH Live from Delhi: Congress President Rahul Gandhi briefs the media https://t.co/jixIQ4vhQj
— ANI (@ANI) August 30, 2018
રાહુલે કહ્યું નોટબંધીના ફેંસલા પર પીએમ મોદીએ દેશને જવાબ આપવો જોઈએ. દેશના 70 વર્ષોમાં પહેલા કોઈએ પણ આવું કર્યું નથી. એમણે કહ્યું આરબીઆઇનો રિપોર્ટ સાબિત કરે છે કે નોટબંધીનો કોઈ ફાયદો થયો નથી. નોટબંધી ફક્ત કાળાધનને સફેદ કરવા માટે કરવામાં આવી હતી.
The objective of Demonetisation was very clear. It was to help PM Modi's friends. Demonetisation was not a mistake, it was a deliberate move. During UPA regime, NPAs were Rs 2.5 lakh crore. It has now jumped to Rs 12.5 lakh crore: Congress President Rahul Gandhi pic.twitter.com/gJZSKgMeUw
— ANI (@ANI) August 30, 2018
રાહુલે જણાવ્યું કે પીએમ મોદીએ પોતાના 10 થી 15 નાદાર ઉદ્યોગપતિ મિત્રોને ફાયદો પહોંચાડવા અને એમનું કાળુધન સફેદ કરવા માટે નોટબંધી લાગુ કરી હતી. નોટબંધી એક ગોટાળો છે. અને પીએમ જે વચનો આપે છે એને અમે ગંભીરતાથી નથી લેતા, પરંતુ અમે એમનું જૂઠ પકડીએ છીએ. અમારું કામ જનતાને સત્ય દર્શાવવાનું છે, અને અમે એ કરીશું.
The entire country wants to know what deal was struck between Modi ji and Anil Ambani. Joint Parliamentary Committee should be brought in to clarify: Congress President Rahul Gandhi 2/2 pic.twitter.com/mxZMQWxPxh
— ANI (@ANI) August 30, 2018
રાફેલ ડીલને લઈને પણ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર ખુબ હુમલા કર્યા. એમણે કહ્યું કે રાફેલ ડીલ પણ ઉદ્યોગપતિ ઓને ફાયદો પહોંચાડવા માટે કરવામાં આવી હતી. રાફેલ ડીલની તપાસ જેપીસી દ્વારા કેમ નથી કરાવવામાં આવતી. એમણે કહ્યું કે પીએમ મોદીએ રાફેલ ડીલ પર દેશને જણાવવું જોઈએ કે એચએએલને છોડીને અનિલ અંબાણીને કોન્ટ્રાકટ કેમ આપવામાં આવ્યો. અને 500 કરોડના વિમાન 1600 કરોડમાં કેમ ખરીદવામાં આવ્યા.
