G - 7 Summite/ G-7ના ત્રણ સત્રોમાં હશે પ્રધાનમંત્રી મોદીનું સંબોધન, અમુક મુદ્દાઓ પર થઇ શકે છે ફોકસ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  G-7 ના આ  શિખર સંમેલનમાં ભાગ લેશે.  તેમના આ ત્રણ સત્રોમાં પીએમ મોદીનું સંબોધન હશે.  આજે ૧૨ જૂન એટલે કે શનિવારે અને આવતીકાલે રવિવારે ૧૩ જૂનના રોજ પણ આયોજનમાં સામેલ થશે. આ વર્ષે ૨૦૨૧ ના આ સંમેલનમાં પીએમ મોદીના કુલ ૩ સંબોધન હશે. જેમને ભારત સાથે વૈશ્વિક દ્રષ્ટ્રિએ પણ મહત્વપૂર્ણ ગણવામાં આવી […]

Top Stories India

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  G-7 ના આ  શિખર સંમેલનમાં ભાગ લેશે.  તેમના આ ત્રણ સત્રોમાં પીએમ મોદીનું સંબોધન હશે.  આજે ૧૨ જૂન એટલે કે શનિવારે અને આવતીકાલે રવિવારે ૧૩ જૂનના રોજ પણ આયોજનમાં સામેલ થશે. આ વર્ષે ૨૦૨૧ ના આ સંમેલનમાં પીએમ મોદીના કુલ ૩ સંબોધન હશે. જેમને ભારત સાથે વૈશ્વિક દ્રષ્ટ્રિએ પણ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યા છે.

 

સમિટમાંથી મળતી માહિતી અનુસાર પીએમના સંબોધનમાં કોરોનાકાળમાં મજબૂતી સાથે દુનિયાની પહેલા જેવી વાપસી અને પર્યાવરણના મુદ્દાઓ પર ફોકસ રહેશે.એક રિપોર્ટ અનુસાર આ વખતે કારણ કે  G-7નું નેતૃત્વ બ્રિટન કરી રહ્યું છે. એવામાં પીએમ મોદીના આ ત્રણેય મહત્વપૂર્ણ સત્રોમાં થનાર સંબોધન પર આખી દુનિયાની નજર રહેશે.
G-7 માં બ્રિટન, અમેરિકા, કેનેડા, ફ્રાંસ, જર્મની, ઇટલી, અને જાપાન સાથે યૂરોપીય  સંઘ સામેલ થશે. શિખર સંમેલનની મેજબાની કરતાં જોનસને કહ્યું કે આ જોવું ખરેખર સુખદ છે કે ગત વર્ષે મહામારી બાદથી પહેલી વાર પ્રત્યક્ષ રીતે કોઇ મોટું આયોજન થઇ રહ્યું છે. ભારત સાથે દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયાને અતિથિ દેશ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. પીએમ મોદી શનિવારે અને રવિવારે ડિજિટલ માધ્યમથી ત્રણ સત્રને સંબોધિત કરશે.

આ વખતે  G-7 માં  કોરોના વાયરસ, ફ્રી ટ્રેડ અને પર્યાવરણ પર વિસ્તારપૂર્વક ચર્ચા થવાની છે. વધુ ફોકસ એ વાત પર રહેશે કે કેવી રીતે દુનિયાને કોરોના મહામારીથી મુકત કરાવવી છે અને પછી એક મજબૂત વાપસી કરવી છે