Not Set/ શત્રુઘ્ન સિન્હાએ કર્યો પીએમ મોદી પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો, રાહુલ ગાંધીની કરી જોરદાર પ્રશંસા

નવી દિલ્હી, બીજેપી નેતા શત્રુઘ્ન સિન્હાએ ફરી એક વખત પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. શત્રુઘ્ન સિન્હાએ પીએમ પદની દાવેદારીને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના બયાન અંગે કરેલી આલોચના માટે પીએમ મોદી પર સવાલ ઉભા કર્યા છે. તેઓએ કહ્યું, “કોંગ્રેસના અધ્યક્ષના સવાલોના જવાબ આપવાના બદલે પીએમ મોદી ધ્યાન હટાવવાની રાજનીતિ કરી રહ્યા છે”. સાથે સાથે […]

Top Stories India Trending

નવી દિલ્હી,

બીજેપી નેતા શત્રુઘ્ન સિન્હાએ ફરી એક વખત પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. શત્રુઘ્ન સિન્હાએ પીએમ પદની દાવેદારીને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના બયાન અંગે કરેલી આલોચના માટે પીએમ મોદી પર સવાલ ઉભા કર્યા છે. તેઓએ કહ્યું, “કોંગ્રેસના અધ્યક્ષના સવાલોના જવાબ આપવાના બદલે પીએમ મોદી ધ્યાન હટાવવાની રાજનીતિ કરી રહ્યા છે”.

સાથે સાથે શત્રુઘ્ન સિન્હાએ રાહુલ ગાંધીની પ્રશંસા કરતા કહ્યું છે કે, “તેઓ ગત વર્ષોમાં પરિપક્વ થયા છે અને તેમણે દેશના હિતમાં કેટલાક પ્રાસંગિક સવાલ ઉઠાવ્યા છે.

હકીકતમાં છેલ્લા બે ત્રણ વર્ષથી પક્ષ (પાર્ટી)માં નજરઅંદાજ કરવામાં આવતા હોવાના કારણે શત્રુઘ્ન સિન્હા પાર્ટી હાઈકમાન્ડથી નારાજ છે અને તેમણે અગાઉ પણ યશવંત સિન્હાના સૂરમાં સૂર પુરાવીને પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર સવાલ ઉઠાવ્યા હતા.

તેઓએ વધુમાં જણાવ્યું,

રાહુલ ગાંધીમાં છે વડાપ્રધાન બનવાની સંભાવના : સિન્હા

કોંગ્રેસ અધ્યક્ષ છેલ્લા કેટલાક વર્ષોમાં પરિપક્વ બન્યા છે અને તેઓ સામાન્ય જનતાની વચ્ચે લોકપ્રિય છે. જો દેશમાં સૌથી મોટી અને જૂના પક્ષ (પાર્ટી)ના નેતાની અંદર દેશના આગામી વડાપ્રધાન બનવાની સંભાવના દેખાય છે તો તેમાં ખોટું શું છે ? કોઈ પણ પીએમ બનવાનું સપનું જોઈ શકે છે અને સપનું ત્યારે સાચું થાય છે, જયારે તમે સપના જુઓ છો”.

કોઈ પણ નામદાર, કામદાર બની શકે છે પીએમ 

“આપણા પ્રજાતંત્રમાં કોઈ પણ દેશના વડાપ્રધાન બની શકે છે. નામદાર, કામદાર, દામદાર અથવા તો પછી કોઈ સરેરાશ સમજદાર પીએમ બની શકે છે, જો તેની પાસે સંખ્યાબળ અને સમર્થન છે. આપણે આ બાબત પર આટલો હંગામો શું કામ મચાવી રહ્યા છીએ. આમ પણ આ તેમનો આતરિક મામલો છે અને કોઈ પણ બહુમત મેળવ્યા બાદ જ પીએમ બની શકે છે”.

છેલ્લા કેટલાક વર્ષોમાં તેઓ થયા છે પરિપક્વ 

“છેલ્લા કેટલાક વર્ષોમાં આપણા દેશમાં સૌથી જૂના પક્ષના નેતા પરિપક્વ થયા છે. તેમના કેટલાક પ્રાસંગિક સવાલોના ઉત્તર આપવાના બદલે મજાક બનવવામાં આવી રહી છે. જેમ કે, નીરવ, લલિત, માલ્યા, બેંક, રાફેલ ડીલ અને અન્ય ઘણાં બધાં સવાલો છે”.

“આવા પ્રશ્નોના જવાબ આપવાના બદલે આપણે ‘ભટકાવ ની રાજનીતિ‘માં ચાલ્યા જઈએ છીએ. વિકાસ અને અન્ય મુદ્દાઓથી ઉતરીને આ કલામાં પારંગત થઈ ચૂક્યા છીએ. જો કે સર, આ આપણી જનતા, રાજનીતિ અને નીતિઓથી જોડાયેલો મામલો છે. આપને શુભકામનાઓની સહ ! જય કર્ણાટક, જય હિંદ !”.