Uttarpradesh Crime News/ 4 વર્ષની બાળકી પર બળાત્કાર કરનારા નરાધમને એન્કાઉન્ટર કરી ઝડપી લેવાયો

આરોપી ડબલ્યુના પગમાં ગોળી વાગતા પોલીસે તેને ઝડપી લીધો

Top Stories India

Uttarpradesh News : ઉત્તરપ્રદેશના ફર્રૂખાબાદ જિલ્લામાં ચાર વર્ષની એક બાળકી પર બળાત્કાર ગુજારનારા નરાધમને પોલીસે એન્કાઉન્ટર બાદ ઝડપી લીધો હતો. આરોપીને પગમાં ગોળી વાગ્યા બાદ પોલીસે તેની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.પોલીસના જણાવ્યા મુજબ ચાર વર્ષની આ બાળકી પોતાના પરિવાર સાથે એક લગ્ન સમારંભમાં ગઈ હતી. મોહમ્મદાબાદ ના પોલીસ અધિકારી  અરૂણ કુમારના જણાવ્યા મુજબ મોહમ્મદાબાદ થામા વિસ્તારના રાધે-રાધે ગેસ્ટ હાઉસમાં આ બાળકી તેના પરિવાર સાથે લગ્ન સમારંભમાં આવી હતી. જ્યાં અજાણ્યા શખ્સે તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું.

બાદમાં પોલીસે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધીને તેની શોધ હાથ ધરી હતી.તપાસમાં આરોપી ડબલ્યુ આ ગુનામાં સંડોવાયેલો હોવાનું બહાર આવતા પોલીસે તેની શોધ આદરી હતી. જેમાં આરોપી ડબલ્યુ  પખના રેલવે સ્ટેશન પાસે આવવાનો હોવાની માહિતીને આધારે પોલીસે અહીં જાળ બિછાવી હતી. જ્યાં પોલીસ સાથેની અથડામણમાં આરોપી ઘાયલ થયો હતો. આરોપી ડબલ્યુના પગમાં ગોળી વાગતા પોલીસે તેને ઝડપી લીધો હતો. બાદમાં તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ આરોપી વિરૂધ્ધ અડધો ડઝનથી વધુ ગુના નોંધાયેલા છે. પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કાવડ યાત્રાના ઓર્ડર અંગે સોનુ સૂદની પોસ્ટ પર કંગના રનૌતનો જવાબ

આ પણ વાંચો:‘મુંબઈને અદાણી સિટી નહીં બનવા દઈએ, સત્તામાં આવશે તો…’, ઉદ્ધવ ઠાકરેએ કહ્યું ધારાવીને લઈને શું છે પ્લાન!

આ પણ વાંચો:ઈન્સ્ટા પર ફ્રેન્ડશીપ કરી સગીરા સાથે આચર્યુ દુષ્કર્મ