સામગ્રી
1 1/2 કપ સ્લાઇસ કરેલી ટીંડલી
5 ટેબલસ્પૂન કાજૂ
2 ટેબલસ્પૂન તેલ
1/2 ટીસ્પૂન રાઇ
3 આખા સૂકા લાલ કાશ્મીરી મરચાં (નાના ટુકડા કરેલા)
એક ચપટીભર સાકર
મીઠું (સ્વાદાનુસાર)
સજાવવા માટે
2 ટેબલસ્પૂન ખમણેલું નાળિયેર
બનાવાની રીત
એક બાઉલમાં જરૂર મુજબ પાણી મેળવી કાજૂને 30 મિનિટ સુધી પલાળી રાખો ત્યાર પછી નીતારીને બાજુ પર મૂકી રાખો.એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ નાખો.
જ્યારે દાણા તતડવા લાગે ત્યારે તેમાં લાલ મરચાં, ટીંડલી અને મીઠું નાખો, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 8 થી 10 મિનિટ અથવા ટીંડલી બરોબર બની જાય ત્યાં સુધી થવા દો અને તેને વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
છેલ્લે તેમાં પલાળેલા કાજૂ, સાકર અને થોડું મીંઠુ નાખો સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 1 થી 2 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. ખમણેલા નાળિયેર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.
