ચના ચોપ સ્ટિક બનાવવા માટેની સામગ્રી :
50 ગ્રામ ફણગાવેલા ચણા
2 બાફેલું બટેટું
2 સ્લાઈસ બ્રેડ
વઘાર માટે તેલ
1 ચમચી ઝીણું સમારેલું આદુ
1 લીલું મરચું ઝીણું સમારેલું
1 કાંદો ઝીણો સમારેલો
1 ચમચી ઝીણી સમારેલી કોથમીર
1 ચમચી જીરૂં
1 ચપટી હીંગ
1 ચમચી ચાટ મસાલો
અડધી ચમચી ગરમ મસાલો
1 ચમચી લીંબુનો રસ
મીઠું સ્વાદાનુસાર
આઇસ્ક્રીમ સ્ટિક
તળવા માટે તેલ
ચના ચોપ સ્ટિક બનાવવા માટેની રીત:
પ્રેશર કૂકરમાં એક નાની ચમચી તેલ નાખો. ગરમ થાય એટલે તેમાં હીંગ અને જીરાનો વઘાર કરી ફણગાવેલા ચણા, આદુ, મરચું અને મીઠું નાખો.
અંદાજે પાણી નાખી રાંધી લો. રંધાઈ ગયા પછી પાણી વધે તો સુકવી દો. હવે ચણાને છુંદી નાખો. તેમાં બાફીને છુંદેલું, બટેટું, બ્રેડ સ્લાઈસ, ચાટ મસાલો, કાંદા, ગરમ મસાલો નાખી મિક્સ કરો.
આઈસ્ક્રીમ સ્ટિકના અડધા ભાગમાં મિશ્રણ લગાવો. તેને અડધા કલાક સુધી ફ્રીઝમાં મુકી રાખો. ત્યાર પછી તેને તળીને ચોપ સ્ટીક પર થોડી લીલી ચટણી લગાવીને ગરમાગરમ સર્વ કરો.
આ પણ વાંચો- કોરોનામાં મૃત્યુ પામેલના પરિવારને પણ મળે છે લાભ, ફક્ત 12 રૂપિયામાં મેળવો 2 લાખનો વીમો
આ પણ વાંચો- જો તમારા ઘરમાં પણ દીકરી છે? તો આજે જ આ સ્કીમનો લાભ ઉઠાવી તેનું ભવિષ્ય સિક્યૉર કરો
આ પણ વાંચો- ઘરમાં ક્વોરન્ટાઈન થાવ ત્યારે આટલી ચીજો અવશ્ય સાથે રાખશો
આ પણ વાંચો- બાળકો માટે આ રીતે બનાવો સ્વાદિષ્ટ-પૌષ્ટિક બર્ગર અને રશિયન સેંડવીચ
