જાણવા જેવું / કોરોનામાં મૃત્યુ પામેલના પરિવારને પણ મળે છે લાભ, ફક્ત 12 રૂપિયામાં મેળવો 2 લાખનો વીમો

કોરોનાની આ વૈશ્વિક બીમારીના કારણે ઘણાં પરિવારોએ તેમના સ્વજનો ગુમાવ્યા છે. તો ઘણા પરિવારોએ તો તેમનો એકમાત્ર આધારસ્તંભ જ ગુમાવવાનો વારો આવ્યો છે. કોરોનાનો સેકન્ડ વેવ કંઈક એવો જોવા મળ્યો કે જેમાં આ બીમારીએ યુવા પેઢીનો જ મહત્તમ ભોગ લીધો. ત્યારે તેમના પરિવારને આર્થિક પરિસ્થિતિનો સામનો કરવામાં પણ મદદ મળી શકે તેમ છે. ત્યારે આવો જાણીએ આ મહત્વની યોજના વિશે…

શું છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) ?

સૌથી પહેલા આપને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે થોડા વર્ષો પહેલા સામાન્ય પ્રીમિયમ પર પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરી હતી. આ યોજનાનું વાર્ષિક પ્રીમિયમ 12 રૂપિયા છે, પોલિસીનું પ્રીમિયમ પણ ડાયરેક્ટ બેંક અકાઉન્ટમાંથી કટ કરવામાં આવે છે. યોજનાનો લાભ લેવા માટે 18થી 70 વર્ષની વય હોવી જોઈએ.

કોરોનાનાં સંકટ સમયમાં લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધારે જાગૃત થયા છે. લોકોને હવે લાઈફ ઈન્શ્યોરન્સનું મહત્ત્વ સમજાઈ ગયું છે. લોકો મોટી સંખ્યામાં વીમા કવર લઈ રહ્યા છે. જો કે, આ દરમિયાન કેટલાક લોકો એવા પણ છે જેમને ઘણા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આવી સ્થિતિમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ઓછા પ્રીમિયમમાં જીવન વીમો આપે છે. કેન્દ્ર સરકાર તરફથી PMSBY એક એવી સ્કીમ છે, જેના અંતર્ગત માત્ર 12 રૂપિયામાં ખાતાધારકને 2 લાખ રૂપિયાનો ઈન્શ્યોરન્સ કવર મળે છે. જાણો આ સ્કીમ વિશે…

PMJJBY and PMSBY for CBS Offices in DOP Finacle ~ DOP Finacle

કયા મહિનામાં પ્રીમિયમ ચૂકવવાનું હોય છે?

 • PMSBYનું વાર્ષિક પ્રીમિયમ માત્ર 12 રૂપિયા છે.
 • મે મહિનાનાં અંતમાં તમારે આ પ્રીમિયમની ચૂકવણી કરવાની હોય છે.
 • તમારા બેંક અકાઉન્ટમાંથી 31 મેના રોજ આ રકમ આપોઆપ કપાઈ જાય છે.
 • પરંતુ જો તમે આ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના લીધેલ છે, તો તમારા બેંક અકાઉન્ટમાં બેલેન્સ રાખવું ખૂબ જ જરૂરી છે. ​​​​​​​

જાણો પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ની શરતો

 • આ યોજનાનું વાર્ષિક પ્રીમિયમ 12 રૂપિયા છે.
 • પોલિસીનું પ્રીમિયમ પણ સીધું જ બેંક અકાઉન્ટમાંથી કપાી જાય છે.
 • આ પોલિસી અનુસાર, આ વીમો લેનાર ગ્રાહકનું એક્સિડન્ટમાં મૃત્યુ થઈ જાય છે અથવા વિકલાંગ થઈ જાય છે તો તેના આશ્રિતને 2 લાખ રૂપિયાની રકમ મળે છે.

ફક્ત આ સંજોગોમાં નહીં મળે આ યોજનાનો લાભ:

 • યોજનાનો લાભ લેવા માટે 18થી 70 વર્ષની વય હોવી જોઈએ. 70 વર્ષ બાદ આ યોજનાનો લાભ નથી મળતો.
 • આ યોજનાનો લાભ લેવા માટે અરજદારનું નજીકની બેંકમાં અકાઉન્ટ હોવું જરૂરી છે.
 • બેંક ખાતામાંથી વીમા પ્રીમિયમના પૈસા ડાયરેક્ટ ડેબિટ થઈ જાય છે.
 • ખાતામાં પ્રીમિયમ રિન્યુ માટે પૂરતું બેલેન્સ નહીં હોય તો પોલિસી રદ થઈ જશે.
 • બેંક અકાઉન્ટ બંધ થઈ જવાની સ્થિતિમાં પોલિસીનો અંત આવશે.
 • જો તમારી પાસે મલ્ટીપલ બેંક ખાતા છે તો આ યોજનાને કોઈ એક બેંક અકાઉન્ટ સાથે લિંક કરી શકાય છે.

આ યોજના માટે કેવી રીતે રજિસ્ટ્રેશન કરાવશો?

 • તમારું જે બેંકમાં ખાતું છે, તે બેંકની કોઈપણ બ્રાંચમાં જઈને તમે PMSBY પોલિસી માટે અરજી કરી શકો છો.
 • આ યોજના સંબંધિત ફોર્મ https://www.dif.mp.gov.in/pmjsby.htm પરથી ડાઉનલોડ કરીને બેંકમાં જઈને જમા કરાવી શકો છો.
 • પ્રીમિયમ માટે તમારે બેંક ફોર્મમાં એ સ્વીકૃતિ આપવી પડશે કે તમારા ખાતામાંથી પ્રીમિયમની રકમ આપોઆપ કટ કરવામાં આવશે.
 • બેંક મિત્ર પણ ઘરે ઘરે PMSBY પહોંચાડી રહ્યા છે. તેના માટે વીમા એજન્ટનો પણ સંપર્ક કરી શકાય છે.
 • સરકારી વીમા કંપનીઓ અને ઘણી ખાનગી ઈન્શ્યોરન્સ કંપનીઓ આ યોજનાની સુવિધા કરાવી આપે છે.

આ પણ વાંચો- જો તમારા ઘરમાં પણ દીકરી છે? તો આજે જ આ સ્કીમનો લાભ ઉઠાવી તેનું ભવિષ્ય સિક્યૉર કરો

આ પણ વાંચો- ગળામાંથી કોરોના વાયરસનું ઈન્ફેક્શન કેવી રીતે દૂર કરશો?

આ પણ વાંચો- ઘરમાં ક્વોરન્ટાઈન થાવ ત્યારે આટલી ચીજો અવશ્ય સાથે રાખશો 

આ પણ વાંચો- બાળકો માટે આ રીતે બનાવો સ્વાદિષ્ટ-પૌષ્ટિક બર્ગર અને રશિયન સેંડવીચ

Reporter Name:

More Stories


Loading ...

Top Stories


Photo Gallery