જાણવા જેવું / ગળામાંથી કોરોના વાયરસનું ઈન્ફેક્શન કેવી રીતે દૂર કરશો?

ગળાનો દુખાવો અને ઈન્ફેક્શનથી રાહત કેવી રીતે મેળવશો?

કોરાનાની આ બીમારીમાં ઘણાં એવા લક્ષણો જોવા મળે છે, જે લક્ષણોને એકાદ વર્ષ પહેલા આપણે કદાચ ઘણાં હળવેથી લઈ શકતા હતા. જેમ કે તાવ આવવો, માથું દુખવું, ગળામાં દુખવું કે પછી શરીરમાં ઠંડી ચડવી… પરંતુ આ કોરોના વાયરસ એક એવો ગંભીર અને જીવલેણ વાયરસ છે, જે શરીરમાં પ્રવેશતાની સાથે લોકો ખૂબ જ પેનિક થઈ જાય છે.

આવી સ્થિતિમાં જો કોઈ કોવિડ ટેસ્ટ કરાવે છે તો રિપોર્ટ આવે ત્યાં સુધી તે આઈસોલેશનમાં રહીને ગળા માટે ઉપાય કરી શકાય છે. મોટા ભાગના લોકોમાં કોરોના વાઈરસના હળવા લક્ષણો હોય છે. યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડે કોરોનાના લક્ષણોનો સામે લડવા માટે કેટલાક ઘરેલુ ઉપાયો જણાવ્યા છે.

ગળામાં સોજો આવાથી ગળામાં બળતરા અને ઉધરસ આવે છે. ગળામાં આ બળતરા વાઈરસના કારણે પણ થાય છે, જેમ કે- ફ્લૂ અથવા સામાન્ય શરદી. તે થોડા દિવસમાં મટી પણ જાય છે. ગળામાં સંક્રમણ બેક્ટેરિયાના કારણે પણ થાય છે, તેના માટે ડૉક્ટર આપણને એન્ટિબાયોટિક દવાઓ પણ આપે છે. ગળામાં બળતરા થવા એ પણ કોવિડ-19 ના લક્ષણો પૈકીનું જ એક લક્ષણ છે. ત્યારે આવો જાણીએ આ ગળાના દુખાવા કે ગળાની બળતરાથી ઘરેલું ઉપાયથી કેવી રીતે રાહત મેળવી શકાય….

  • દિવસમાં 2 વખત ગરમ પાણીથી સ્નાન કરો.
  • નાસ લેવાથી ગળાની બળતરા ઓછી થશે. શ્વાસ લેવામાં સરળતા રહેશે.
  • નાસ લેવા માટે પાણીમાં વીક્સ કે અજમો અવશ્ય ઉમેરો.
  • પાણી વધારે માત્રામાં પીઓ, કારણ કે તેનાથી ડિહાઈડ્રેશનથી બચી શકાય છે.
  • રોજ 4-5 વખત ગરમ પાણીમાં ચપટી મીઠું નાખી કોગળા કરવાથી ગળામાં દુખાવો અને ઈચિંગથી રાહત મળશે.
  • કોગળા ગરમિયાન ગળાના ટિશ્યુથી વાઈરસને બહાર કાઢવામાં મદદ મળશે.
  • હુંફાળાં પાણીમાં મધ, સૂપ અથવા ચા જેવા ગરમ પદાર્થો પીવા.
  • ગરમ પાણીમાં મીઠું અને હળદર ઉમેરી પીવાથી શ્વાસનળીમાં જામેલો કફ નીકળી જશે.
  • કેફેન કે દારૂ જેવા પીણા પીવાથી ડિહાઈડ્રેશન થઈ શકે છે.
  • ડૉક્ટરના જણાવ્યા અનુસાર એન્ટી-બાયોટીક દવાઓનું સેવન અવશ્ય કરો.

આ પણ વાંચો- કોરોનામાં મૃત્યુ પામેલના પરિવારને પણ મળે છે લાભ, ફક્ત 12 રૂપિયામાં મેળવો 2 લાખનો વીમો

આ પણ વાંચો- ઘરમાં ક્વોરન્ટાઈન થાવ ત્યારે આટલી ચીજો અવશ્ય સાથે રાખશો 

Reporter Name:

More Stories


Loading ...

Top Stories


Photo Gallery