Vadodara News/ યાત્રા બની શોકાંતિકા! વડોદરાના બે શિક્ષકો નર્મદા કેનાલમાં ડૂબ્યા,

વડોદરાથી પાવાગઢ ફરવા (Pavagadh Trip) ગયેલા બે શિક્ષકો નર્મદા કેનાલમાં ડૂબી ગયા. સારો સ્વિમર હોવા છતાં શુભમ પાઠક ગુમ. 20 કલાકથી ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ ચાલુ.

Gujarat Vadodara Trending
Pavagadh Trip

Pavagadh Trip Tragedy : વડોદરાથી પાવાગઢ (Pavagadh Trip) ફરવા ગયેલા ચાર શિક્ષકોમાંથી બે શિક્ષકો નર્મદા કેનાલમાં ડૂબી જતા શોધખોળ હાથ  ધરાઇ છે. ઘટનાને 20 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી બંને શિક્ષકોનો કોઈ પત્તો લાગ્યો નથી, જેના કારણે તેમના મિત્રોમાં અને પરિવારજનોમાં ભારે ચિંતા વ્યાપી છે.

પાવાગઢ પ્રવાસે (Pavagadh Trip) ગયા હતા ચાર મિત્રો

વડોદરામાં રહેતા વિદ્યુત પ્રસાદસિંહ, રાહુલ વિરેન્દ્ર યાદવ, શુભમ મિથિલેશકુમાર પાઠક અને આશિત જન્મેજય ઓઝા રવિવારે કાર લઈને પાવાગઢ ફરવા (Pavagadh Trip) ગયા હતા. પરત ફરતી વખતે હાલોલ નજીક નર્મદા કેનાલ પાસે કાર રોકી ચારેય મિત્રો કેનાલની પાળી પર બેઠા હતા.

Pavagadh Trip

મિત્રને બચાવવા ગયો અને પોતે પણ ડૂબી ગયો

આ દરમિયાન રાહુલ યાદવ પગ ધોવા માટે કેનાલ પાસે ગયા હતા. અચાનક તેમનો પગ લપસતા તેઓ કેનાલમાં પડી ગયા અને ડૂબવા લાગ્યા. મિત્રને બચાવવા માટે શુભમ પાઠક તરત જ કેનાલમાં ઉતર્યા, પરંતુ ભારે પ્રવાહને કારણે બંને નિયંત્રણ ગુમાવી બેઠા અને પાણીમાં ગરક થઈ ગયા.

સારો સ્વિમર હોવા છતાં નર્મદા કેનાલે જીવ લીધો

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે શુભમ પાઠક સારા સ્વિમર હતા અને અગાઉ ગંગા નદી પણ તરીને પાર કરી હતી. છતાં નર્મદા કેનાલના ઝડપી પ્રવાહ સામે તેઓ ટકી શક્યા નહોતા. બંને શિક્ષકો અંદાજે 100 મીટર સુધી પાણીમાં તણાયા બાદ ડૂબી ગયા હોવાનું માનવામાં આવે છે.

Pavagadh Trip

ફાયર બ્રિગેડની શોધખોળ

ઘટનાની જાણ થતા હાલોલ ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. રવિવારે સાંજે અંધારું થવાના કારણે રેસ્ક્યુ ઓપરેશન રોકવું પડ્યું હતું, જે સોમવારે ફરી શરૂ કરવામાં આવ્યું. હાલ બોટ અને સાધનોની મદદથી શોધખોળ ચાલી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ સગડ મળી નથી.

પરિવારજનો વડોદરા આવવા રવાના

ડૂબી ગયેલા બંને શિક્ષકો રાહુલ યાદવ અને શુભમ પાઠક મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને વડોદરાની ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઘટનાની જાણ થતા બંનેના પરિવારજનો ઉત્તર પ્રદેશથી વડોદરા આવવા રવાના થઈ ગયા છે.

બચી ગયેલા મિત્રો શોકમાં ગરકાવ

ઘટનાસ્થળે હાજર રહેલા અન્ય બે મિત્રો તરતા ન આવડતા હોવાથી કોઈ મદદ કરી શક્યા નહોતા. આંખ સામે બનેલી આ દુર્ઘટનાને કારણે બંને મિત્રો ગંભીર શોકમાં ગરકાવ થઈ ગયા છે. હાલ જરોદ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે અને ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભાવનગરમાં કુંભારવાડાના રિક્ષા ચાલકનું દેવગણ નદીમાં ડૂબી જવાથી મોત

આ પણ વાંચો: પાટણમાં સરસ્વતી નદીમાં ડૂબી જતા બે સગી બહેનો સહિત ત્રણના મોત

આ પણ વાંચો: પૂરથી ભારે તબાહી,પાણીમાં ડૂબી ગયું પંજાબ? દિલ્હીમાં વરસાદે તોડ્યા રેકોર્ડ