Ahmedabad News/ બારડોલી સત્યાગ્રહ આશ્રમે હિરેન હિરપરાએ સંભાળ્યું ભાજપા કિસાન મોરચાનું પ્રદેશ અધ્યક્ષપદ

ભાજપા કિસાન મોરચા (BJP Kisan Morcha)ના પ્રદેશ અધ્યક્ષ તરીકેના દાયિત્વના શ્રી ગણેશ કર્યા

Gujarat Ahmedabad
Bjp Kisan Morcha

Ahmedabad News : ભાજપા પ્રદેશ મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, ભાજપા કિસાન મોરચા (Bjp Kisan Morcha)ના નવનિયુકત અધ્યક્ષ હિરેન હિરપરાએ સત્યાગ્રહ આશ્રમ બારડોલી ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજીના માર્ગદર્શનમાં ભાજપા કિસાન મોરચા  (Bjp Kisan Morcha) પ્રદેશ અધ્યક્ષ તરીકેના દાયિત્વના શ્રી ગણેશ કર્યા. આ તબક્કેશ્રી હિરન હિરપરાએ ખેડૂત હિતની વિચારધારાને ચરિતાર્થ કરવા સંકલ્પ વ્યકત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, 1926માં તત્કાલિન અંગ્રેજ સરકારે ખેડૂતો પર વધારેલા કરવેરાના વિરોધમાં આદરણીય સરદાર વલ્લભભાઇ પટેલના નેતૃત્વમાં ખેડૂતોએ આંદોલન કર્યુ હતું અને તેમાં ખેડૂતોના વિજય બાદ સરદાર વલ્લભભાઇ પટેલને “સરદાર”નું બિરુદ આપવામાં આવ્યું હતું.

ભાજપા કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ તરીકેના દાયિત્વના શ્રી ગણેશ કર્યા

આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વની કેન્દ્રની ભાજપા સરકાર તેમજ રાજ્યમાં આદરણીય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વની ભાજપા સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં લેવાયેલા વિવિધ નિર્ણયો તેમજ કૃષિલક્ષી યોજનાઓની માહિતી ખેડૂતો સુધી સુચારુ રૂપે પહોંચે અને ગુજરાતના ખેડૂતો હજુ વધુ સમૃદ્ધ અને સક્ષમ બને તે માટે ભાજપા કિસાન મોરચા દ્વારા ખેડૂતોના હિતલક્ષી વિવિધ કાર્યક્રમો નો સંકલ્પ કરવામાં આવ્યો હતો.

Bjp Kisan Morcha દ્વારા ખેડૂત હિતલક્ષી કાર્યક્રમોનું આયોજન કરાશે

તાજેતરમાં ગુજરાત રાજયમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા આર્થિક નુકશાનની ભરપાઇ કરવા માટે તેમજ ખેડૂતો પરનો આર્થિક બોજો હળવો કરવા ભાજપ સરકારે જે રીતે ઐતિહાસિક નિર્ણય કરી 10 હજાર કરોડનું આર્થિક સહાય પેકેજ જાહેર કર્યુ છે તે નિર્ણય બદલ પણ હિરેન હિરપરાએ રાજયની ભાજપા સરકારનો આભાર વ્યકત કર્યો અને જણાવ્યું કે, આગામી સમયમાં પ્રદેશ ભાજપાના અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ ભાજપા કિસાન મોરચા (Bjp Kisan Morcha) દ્વારા ખેડૂત હિતલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મોદી સરકારની ખેડૂતોને ભેટ, 14 પાક પર MSP વધી

આ પણ વાંચો: ખેડૂત આંદોલન : ખેડૂતોને MSPની ગેરંટી આપનાર કોંગ્રેસે 2010માં કેમ સ્વામીનાથન કમિશનના અહેવાલ ફગાવ્યો, જાણો હકીકત

આ પણ વાંચો: ‘MSP ગેરંટીથી ઓછું કંઈ સ્વીકાર્ય નથી’, કિસાન મોરચાએ સરકારનો પ્રસ્તાવ ફગાવી દીધો