Lifestyle: જ્યારે પણ સ્કિન કેર (Skin Care)ની બાબત હોય ત્યારે ટ્રેન્ડ (Trend) બદલાતા રહે છે, પણ અમુક વસ્તુઓ તો સદાબહાર હોય છે. લોકો એના પર ભરોસો કરે છે અને એ છે સ્કિન કેર માટે વેસેલીન અને ગ્લિસરીન! શિયાળા (Winter)માં આ બંનેમાંથી કઈ વસ્તુ લગાવવી બહેતર છે એની ટિપ્સ (Skin Care Tips) અહિં જોઇશું.
સ્કિન કેર (Skin Care) માટે વેસેલીન કે ગ્લિસરીન?
ત્વચાને હાઇડ્રેટ કરવા માટે વેસેલીન કે ગ્લિસરીન (Vaseline or Glycerin) બંનેનો ઉપયોગ થાય છે. એમને લોશનની જેમ ચહેરા પર લગાવવામાં આવે છે. વેસેલીન ત્વચાની કુમાશને જાળવી રાખતું એક સ્તર બનાવે છે, જ્યારે ગ્લિસરીન હવામાંથી ભેજ ખેંચીને ત્વચાને સ્વસ્થ રાખે છે. આ બંનેનું મિશ્રણ શુષ્ક ત્વચા માટે એકદમ સરસ રહે છે. પણ અહિં સવાલ એ છે કે આ બંનેમાંથી વધુ ફાયદાકારક શું છે?

વેસેલીનના ફાયદા
જો તમારી સ્કિન અત્યંત શુષ્ક, ફાટેલી, રફ (Dry & Rough) છે તો વેસેલીન એક સીલ જેવું કાર્ય કરે છે. તે ઠંડી હવાથી સ્કિનની રક્ષા કરે છે. આ ઉપરાંત, ફાટેલા હોઠ તથા પગની એડી માટે પણ ઉત્તમ છે. આ ઉપરાંત, કોણી, ધૂટણ તથા હાથ જેવા રફ ભાગો પર પણ એ અસરકારક છે. જો કે, એ ઓઇલી અથવા ખીલ ધરાવતી સ્કિન માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે.
ગ્લિસરીનના ફાયદા
જો તમારી સ્કિન ટાઇટ, નિર્જીવ કે પછી ડિહાઇડ્રેટેડ (Dehydrated Skin) હોય તો ગ્લિસરીન ભેજને શોષીને ત્વચાને ફરીથી તરોતાજા બનાવી દે છે. એ હળવું અને નોન-ગ્રીસી હોય છે. એના ઉપયોગથી સ્કિન સૉફ્ટ અને સ્મૂધ રહે છે. આ સાથે જ ઓઇલી અને સેન્સિટિન સ્કિન માટે પણ એ ફાયદાકારક હોય છે. જો કે, અત્યંત ઠંડીમાં કેવળ ગ્લિસરીન વાપરવાથી ત્વચા વધારે શુષ્ક બની શકે છે.

આ બેમાંથી વધુ સારું શું?
ત્વચાની સંભાળ (Skin Care) માટે વેસેલીન અને ગ્લિસરીન બંનેનો ઉપયોગ ડ્રાય સ્કિન માટે લાભકારક હોય છે. જો તમને હીલિંગ અને સ્કિનનું પ્રોટેક્શન (Skin Protection, Skin Care) જોઇએ તો વેસેલીનનો ઉપયોગ બહેતર છે. જો કુમાશ અને સૉફ્ટનેસ જોઇએ તો ગ્લિસરીન વધારે ઉત્તમ છે. પણ જો તમને વધારે ફાયદો જોઇએ તો તમે બંનેનો ઉપયોગ એકસાથે કરી શકો છો.
આ માટે પ્રથમ ગ્લિસરીનથી સ્કિનને હાઇડ્રેટ કરો અને પછી વેસેલીન લગાવો અને એ કુમાશ ત્વચામાં લૉક થઇ જશે! આથી તમારી ત્વચા એકદમ સૉફ્ટ અને જીવંત બની રહેશે.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: અઠવાડિયામાં કેટલી વાર સાબુથી નહાવું જોઇએ? દરરોજ નહાવાથી સ્કિન થશે ખરાબ…!
આ પણ વાંચો: હળદરનો ફેસપૅક ત્વચાને બનાવશે ગ્લોઇંગ…માત્ર 3 વસ્તુઓથી બની જશે!
આ પણ વાંચો: શું તમારી ત્વચા સંવેદનશીલ અને શુષ્ક છે? સાવધાની સહિત લગાવો ચોખાના લોટનો ફેસપૅક…
