Lifestyle/ ઝટપટ બનાવો ચીઝ ગાર્લિક બ્રેડ, આ છે લાજવાબ રેસિપી…

બહારથી કુરકુરી અને અંદરથી મુલાયમ એવી આ ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread) ફક્ત નાના જ નહિં પરંતુ, મોટા લોકોને પણ ખૂબ જ પસંદ પડે છે

Trending Food Lifestyle

Lifestyle: જો તમને પણ ચીઝ ગાર્લિક બ્રેડ પસંદ હોય તો પ્રસ્તુત છે સ્વાદસભર સરળ રેસિપી, ચાલો જાણીએ અને બનાવીએ…

ઘણા ખરા લોકોને ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread) અત્યંત પસંદ હોય છે. જો તમે પણ ગરમ નાસ્તો ખાવાના શોખીન છો તો આ રેસિપી (Restaurant) તમારા માટે છે. આ માટે તમારે રેસ્ટોરન્ટમાં જવાની કે ઓનલાઇન ઓર્ડર કરવાની કોઇ જ જરુર નથી, ઘરે બેઠાં જ તમે એને ઝટપટ તૈયાર કરી શકો છો. બહારથી કુરકુરી  (Crispy) અને અંદરથી મુલાયમ (Soft) એવી આ ચીઝ ગાર્લિક બ્રેડ ફક્ત નાના જ નહિં પરંતુ, મોટા લોકોને પણ ખૂબ જ પસંદ પડે છે. તો ચાલો જાણીએ, શી રીતે બનશે આ મજેદાર ચીઝ ગાર્લિક બ્રેડ? એને બનાવવી અત્યંત સરળ છે, વળી એમાં ઢગલાબંધ ચીઝ હોય છે જેથી બાળકોની તો એ મનભાવન વાનગી ગણાય છે.

ચીઝ ગાર્લિક બ્રેડ બનાવવા માટે તમારે આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી

આવશ્યકતા અનુસાર ફ્રેન્ચ બ્રેડ

અડધો કપ નરમ કરેલું બટર

14-15 લસણની કળીઓ
1 નાની ચમચી ચિલી ફ્લેકસ
1 નાની ચમચી પેરી પેરી મસાલા
1 નાની ચમચી ઇટાલિયન મસાલા
1 કપ છીણેલું મોઝરેલા ચીઝ
1 નાની ચમચી ઓરેગાનો

બનાવવાની વિધિ

1. ચીઝી ગાર્લિક બ્રેડ બનાવવા માટે સૌપ્રથમ 14 થી 15 લસણની કળીઓને ફોલી લો. હવે એક ચમચી તેલમાં એને સારી રીતે, જ્યાં સુધી એ બ્રાઉન ન થઇ જાય ત્યાં સુધી, ફ્રાય કરી લો.

2. હવે આ તળેલા લસણને એક પ્લેટમાં સ્મૅશ કરી લો અને એમાં અડધો કપ નરમ કરેલું બટર (Butter) મિક્સ કરો અને સારી રીતે હલાવી લો.

3. આ મિશ્રણમાં 1 નાની ચમચી ચિલી ફ્લેકસ, 1 નાની ચમચી પેરી પેરી મસાલા (Peri Peri Masala), 1 નાની ચમચી ઇટાલિયન મસાલા તથા 1 કપ છીણેલું મોઝરેલા ચીઝ મિકસ કરો અને હળવા હાથે સારી રીતે હલાવી લો.

4. હવે ફ્રેન્ચ બ્રેડને ત્રાંસી કાપી લો. જો એ ન હોય તો સાદી બ્રેડ પણ તમે ઉપયોગમાં લઇ શકો છો. આ બ્રેડ પર તૈયાર મિશ્રણ લગાવીને ફેલાવી લો.

5. ત્યારબાદ, ઓવન (Oven) અથવા ગૅસ પર પૅન મૂકીને એમાં ચીઝ પીગળે ત્યાં સુધી ધીમા તાપે ગરમ કરી લો. તમારી મજેદાર ચીઝ ગાર્લિક બ્રેડ તૈયાર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઘરમાં બનાવો ઢાબા સ્ટાઈલ તંદૂરી આલૂ પરાઠા, ચાખો તંદૂરવાળો સ્વાદ

આ પણ વાંચો:ક્રિસ્પી ભીંડાનું શાક ક્યારેય ખાધું છે? ચણાના લોટમાં આ રીતે બનાવો

આ પણ વાંચો:વેજ સ્પ્રિંગ રોલ જેટલો હળવો નાસ્તો આજ સુધી તમે નહીં ખાધો હોય!