Lifestyle/ શું તમારી ત્વચા સંવેદનશીલ અને શુષ્ક છે? સાવધાની સહિત લગાવો ચોખાના લોટનો ફેસપૅક…

પરંપરાગત રીતે, પેઢીઓથી ચોખાનો લોટ વપરાશમાં છે અને આયુર્વેદની દ્રષ્ટિએ પણ એને ત્વચા માટેનું પોષક દ્રવ્ય ગણવામાં આવે છે. હાલના એક રિસર્ચ દ્વારા…

Trending Tips & Tricks Fashion & Beauty Lifestyle

Lifestyle: ચોખાનો લોટ (Rice Flour) હૅલ્ધી અને ગ્લોઇંગ સ્કિન (Healthy and Glowing Skin) મેળવવા માટેનો એક કુદરતી નુસખો (Natural Remedy) છે. તમારી ત્વચાના મૃત કોષોને હટાવવા, ત્વચાની લાલાશ ઓછી કરવામાં અને કુદરતી લાલી પ્રદાન કરવામાં અસરદાર છે. જો કે, એનો ઉપયોગ કરતા પહેલા કેટલીક સાવધાની રાખવી જરુરી છે.

ત્વચા માટે ઘરગથ્થું નુસખાનો કમાલ

આપણા શરીરનું રક્ષણાત્મક પરંતુ, નાજુક અંગ ત્વચા ગણાય છે. બધા અંગોની જેટલી સંભાળ નથી લેવી પડતી એટલી ત્વચાની અને વાળની કાળજી લેવી પડે છે. ઘણા લોકોની સ્કિન એકદમ સેન્સિટિવ (Sensitive) અને કોમળ હોય છે. જો આવી ત્વચાની જાળવણી કરવામાં ન આવે તો એ મુરઝાયેલી, નિર્જીવ અને શુષ્ક દેખાવા લાગે છે. પ્રદૂષણ, અનિયમિત જીવનશૈલી, તણાવ અને ખાણી-પીણીની ખોટી ટેવોને કારણે ત્વચા શુષ્ક અને ખરબચડી (Dry Skin) થઇ શકે છે અને તમે કસમયે વૃદ્ધ દેખાઇ શકો છો.

આજકાલ તો દર બીજી વ્યક્તિને ત્વચાની સમસ્યાઓ થતી જોવા મળે છે જેવી કે, ત્વચા સુકાઇને તરડાઇ જવી, લાલ ચકામા પડી જવા, કાળા ડાઘ કે પછી વારંવાર થતા ખીલ (Pimples) અને ફોડલીઓ! આને કારણે, ચામડી (Skin)ને તો નુકસાન પહોંચે જ છે પરંતુ વ્યક્તિના આત્મવિશ્વાસમાં પણ કમી આવે છે. આના નિવારણ અર્થે, મોટાભાગના લોકો બજારના મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સ પર ભરોસો કરે છે પરંતુ, ઘણી વાર એના સારા રિઝલ્ટ નથી મળતા અને એના લીધે ઘણી વાર રિએક્શન (Reaction) આવવાને કારણે એલર્જી, ચકામા કે ખંજવાળ જેવી અન્ય તકલીફો પણ ઊભી થઇ શકે છે! આથી જ એક્સપર્ટ્સ (Experts) કેમિકલયુક્ત પ્રોડક્ટ્સને બદલે, ઘરગથ્થું નુસખા (Home Remedies) અજમાવવાની સલાહ આપતા હોય છે. આ નુસખા સુરક્ષિત છે અને સરળ છે. આવો જ એક ઘરગથ્થું ઉપાય છે ચોખાનો લોટ! અગાઉના સમયમાં પરંપરાગત રીતે, આ નુસખો ઘર-ઘરમાં અપનાવવામાં આવતો હતો. તો ચાલો જાણીએ, આ ઉપાય અને સ્કિનસંબંધી સાવધાની રાખવાની કેટલીક ટિપ્સ (Tips) વિશે…

ચોખાના લોટ સ્કિન માટે કેટલો ફાયદાકારક?

પરંપરાગત રીતે, પેઢીઓથી ચોખાનો લોટ વપરાશમાં છે અને આયુર્વેદની દ્રષ્ટિએ પણ એને ત્વચા માટેનું પોષક દ્રવ્ય ગણવામાં આવે છે. હાલના આધુનિક સમયમાં, એક રિસર્ચ (Research) દ્વારા આ માન્યતાને પુષ્ટિ મળી છે. અદ્યતન રિસર્ચમાં પણ એને ફાયદાકારક દર્શાવવામાં આવેલ છે. યુ. એસ. નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન અનુસાર, ચોખામાંથી વિટામિન બી, એલાન્ટોઇન, ફેરુલિક એસિડ તથા કેટલાક એન્ટિઓક્સિડન્ટ્સ પ્રાપ્ત થાય છે અને આ તમાત ઘટકો સ્કિનને હૅલ્ધી બનાવવામાં મદદ કરે છે.

ચોખાના લોટથી બનેલા ફેસપૅક (Face pack), સ્ક્રબ અથવા ક્લીંઝર દ્વારા મૃત ત્વચા (Dead Skin) દૂર થાય છે અને ચહેરા પર તાજગી ઝળકે છે. ત્વચામાં એક કુદરતી નિખાર આવે છે વળી, એમાં રહેલા સ્ટાર્ચ ઠંડક પ્રદાન કરે છે જેથી બળતરા, લાલ ચકામા અને સોજા ઓછા થાય છે.

ચોખાનો લોટ ત્વચા માટે અત્યંત ફાયદાકારક છે પરંતુ, ખોટી રીતે એનો પ્રયોગ કરવાથી સમસ્યાઓ ઉત્પન્ન થઇ શકે છે આથી આટલી વાતોનું ધ્યાન રાખવું જરુરી છે.

આટલી સાવધાની રાખો

1.જો ચોખાના લોટને ચહેરા પરથી સારી રીતે ધોવામાં ન આવે તો તમારા રોમછિદ્રો બંધ થઇ શકે છે જેને પરિણામે ખીલ, ફોડલી, બ્લૅકહેડ્સ અથવા તો વ્હાઇટહેડ્સ થઈ શકે છે.

2. તમારી સ્કિન ડ્રાય છે અને જો વારંવાર આ પ્રયોગ કરવામાં આવે તો તમારી ત્વચાના કુદરતી ઓઇલ (Natural Oil)નો નાશ થાય છે જેથી, ત્વચા વધારે શુષ્ક દેખાઇ શકે છે.

3. ચોખાનો લોટ એક નેચરલ એક્સફોલિએટર છે જે ત્વચાનું ઉપરનું મૃત સ્તર દૂર કરે છે. પરંતુ, જો તમારી સ્કિન સેન્સિટિવ હોય તો તમને એનાથી બળતરા થઇ શકે છે અને ત્વચા પર રેશિસ પડી શકે છે. ઘણી વાર ખંજવાળ પણ આવે છે.

4. સંવેદનશીલ ત્વચા ધરાવનારે આ ફેસપૅકનો ઉપયોગ કરતા પહેલા પૅચ ટેસ્ટ કરી લેવો હિતાવહ છે.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અઠવાડિયામાં કેટલી વાર સાબુથી નહાવું જોઇએ? દરરોજ નહાવાથી સ્કિન થશે ખરાબ…!

આ પણ વાંચો:હળદરનો ફેસપૅક ત્વચાને બનાવશે ગ્લોઇંગ…માત્ર 3 વસ્તુઓથી બની જશે!

આ પણ વાંચો:દાંત પર જામેલી પીળી છારીને હટાવો, આ ઘરગથ્થું ટિપ્સથી બનાવો સફેદ-ચમકદાર…!