Rajkot News/ રાજકોટ પીઠડિયા ટોલ પ્લાઝા પર ડ્રાઇવરની ગુંડાગીરી

ટોલ પ્લાઝા પર કેટલાક ડ્રાઇવરોને ધમકાવવામાં આવી રહ્યા છે અને ટોલ ફીથી બચવા માટે ટોલ ગેટ પર લગાવવામાં આવેલા બૂમ બેરિયરને વારંવાર નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News:રાજકોટના (Rajkot) વીરપુર નજીક પેઠડિયા ટોલ પ્લાઝા પર ગુજરાત સરકારની નેમ પ્લેટવાળી ઇનોવા કાર નંબર GJ18 BJ 3737 નો ડ્રાઇવર કારની છત પર ચઢીને અવાજ કરતો જોવા મળે છે. ઇનોવા કાર ટોલ પ્લાઝા પર પહોંચે તે પહેલાં જ ડ્રાઇવર કારની છત પર ચઢીને સાયરન વગાડીને અવાજ કરતો જોવા મળે છે.જેના  CCTV ફૂટેજ સામે આવ્યા છે.

ભારત સરકારના ગેઝેટ નોટિફિકેશન મુજબ, અમે પેઠડિયા ટોલ પ્લાઝા પર ટોલ વસૂલાતનું કામ કરી રહ્યા છીએ, જેમાં ટોલ પ્લાઝા પર કેટલાક ડ્રાઇવરોને ધમકાવવામાં આવી રહ્યા છે અને ટોલ ફીથી બચવા માટે ટોલ ગેટ પર લગાવવામાં આવેલા બૂમ બેરિયરને વારંવાર નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. જીવરાજ વાણવીએ તેવું વીરપુર પોલીસ સ્ટેશનના PIને લેખિત અરજીમાં જણાવ્યું  હતું.

 10 સપ્ટેમ્બરના રોજ સવારે 7.54 વાગ્યે એક ઇનોવા કાર આવે છે.જે CCTVમાં દેખાતું હતું  જેમાં ગુજરાત સરકાર (Gujarat Gov) લખેલું હોય છે અને અંદર સરકારી સાયરન પણ લગાવેલું હોય છે. જ્યારે ટોલ પ્લાઝાના કર્મચારીઓએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેઓએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી.તેથી, અમારી નમ્ર વિનંતી છે કે આવી ગુંડાગીરી કરનારા અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડનારાઓ સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.જાણકારી અનુસાર એક કાર દ્વારા વાહનનો પાછળનો ભાગ તોડવાનો અથવા ટોલ પ્લાઝા પર બળજબરીથી બહાર નીકળવાનો પ્રયાસ કરવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ટોલ પ્લાઝા મેનેજર તરફથી અરજી મળી છે, જે અંગે, જોકે, તેમનું નિવેદન હજુ સુધી લેવામાં આવ્યું નથી, તેથી ફરિયાદ નોંધવામાં આવી નથી. તેમના નિવેદનના આધારે ફરિયાદ નોંધવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટ: ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં ખેડૂતોને હાલાકી’-ધોરાજીના પૂર્વ MLA લલિત વસોયા

આ પણ વાંચો:રાજકોટ-અમદાવાદ હાઇવેનું અધૂરું કામ વાહનચાલકો માટે પરેશાની, સિક્સલેન હાઇવે માટે 7 વર્ષ ટૂંકા પડ્યાં

આ પણ વાંચો:રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક, ગોંડલ રોડ પર હિંસાથી ગભરાટ