Rajkot News : ‘ટેકાના ભાવે ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં ખેડૂતોને હાલાકી’ પડતી હોવાનું ધોરાજીના પૂર્વ MLA લલિત વસોયાએ એક નિવેદનમાં જણાવ્યું છે.જેમાં ‘મગફળી, અડદ, સોયાબીન રજિસ્ટ્રેશનમાં હાલાકી’ પડી રહી છે. તેમણે ‘ટેકનિકલ ખામીને કારણે ખેડૂતોને હાલાકી પડતી હોવાનો આરોપ’ લગાવ્યો છે.
તે સિવાય ‘રજીસ્ટ્રેશન કરાવા ખેડૂતોને લાઇનમાં ઉભું રહેવું પડે છે. કારણકે ‘ઓનલાઈન સર્વરમાં ખામીને કારણે રજિસ્ટ્રેશન’ થતું નથી.’રાજ્યભરમાંથી 1 લાખ 42 હજાર ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરાવી શકયા’ ‘સરકારને તાત્કાલિક ધોરણે સમસ્યાનું હલ લઇ આવવું પડે’, એમ તેમણે વધુમાં કહ્યું હતું.
તે સિવાય વસોયાએ સરકાર રજિસ્ટ્રેશનની સમય મર્યાદામાં વધારો કરે, એમ જણાવ્યું હતું.
આ પણ વાંચો:કચ્છ પોલીસે દારૂ પર ફેરવ્યું બુલડોઝર, કરોડોના માલનો કરાયો નાશ
આ પણ વાંચો:કચ્છના કોરી ક્રીકમાં BSFની મોટી કાર્યવાહી, 15 પાકિસ્તાની ઘૂસણખોરો બે બોટ સાથે ઝડપાયા
