Ahmedabad News: ગઈકાલ રાત્રે બુલેટ ટ્રેન (Bullet Train)ની કામગીરી દરમિયાન અમદાવાદ (Ahmedabad)ના વટવા (Vatva) હાથીજણ વિસ્તારમાં રોપર બ્રિજ (Ropar bridge ) પાસે અચાનક એક મોટી ક્રેન (Crane) તૂટી જતાં આ ઘટનામાં 2 લોકો ઘાયલ થયા હતા. ત્યારે પશ્ચિમ રેલ્વે (Western Railway)એ કેટલીક ટ્રેન ડાયવર્ટ (Divert) કરાઈ છે.
અમદાવાદમાં બુલેટ ટ્રેનના થાંભલા પર મૂકેલી ક્રેન કોઈ કારણોસર અચાનક પડી જતાં અકસ્માત (Accident) સર્જાયો હતો. આ બાબતની તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ બાબતની જાણ નેશનલ હાઈ સ્પીડ રેલ્વે ઓથોરિટી (National High speed Railway Authority)ના અધિકારીઓને પણ કરવામાં આવી હતી અને તેઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ અકસ્માતમાં ટ્રેનનો ઓવરહેડ વાયર તૂટી ગયો હતો, જેના કારણે મુંબઈ અને અમદાવાદ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો.
હાલમાં નેશનલ હાઇ સ્પીડ કોર્પોરેશન લિમિટેડ (બુલેટ પ્રોજેક્ટ) એ વધુ ત્રણ ક્રેન મોકલીને પુનઃસ્થાપન કાર્ય શરૂ કર્યું છે. રેલ્વે વિભાગ પણ ઓવરહેડ લાઇન (Overhead line)નું સમારકામ અને ટૂંક સમયમાં રેલ ટ્રાફિક પુનઃસ્થાપિત કરવામાં વ્યસ્ત છે. વડોદરાથી અમદાવાદ જતી સયાજીનગરી અને એકતાનગર-અમદાવાદ સહિત 10 ટ્રેનોને રાત્રે વિવિધ સ્ટેશનો પર રોકવામાં આવી હતી. હાલમાં અપલાઇન ચાલુ રાખવામાં આવી છે અને ડાઉનલાઇન બંધ કરવામાં આવી છે, જેના કારણે મુંબઈ (Mumbai) તરફ જતી ટ્રેનો રદ કરવામાં આવી છે.
અમદાવાદ-વડોદરા-મુંબઈ વચ્ચે દોડતી 25 ટ્રેનો રદ કરવામાં આવી છે. તો, 5 ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જ્યારે 6 ટ્રેનો અન્ય રૂટ પર દોડાવવામાં આવી રહી છે. વડોદરા સ્ટેશન પર મુસાફરો માટે તાત્કાલિક ધોરણે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યો. અમદાવાદ અને મુંબઈ વચ્ચેના રેલ ટ્રાફિક પર અસરને કારણે, રેલ્વે વિભાગે અમદાવાદ, સાબરમતી, વિરમગામ મહેસાણા, ગાંધીધામ અને પાલનપુર રેલ્વે સ્ટેશનોના રેલ્વે હેલ્પલાઇન નંબરો જાહેર કર્યા છે જેના પરથી લોકો ટ્રેનોની અવરજવર વિશે માહિતી મેળવી શકશે.
Train services on down-line between Vatva-Ahmedabad are affected as one of the Segmental Launching Gantry working in vicinity of this line accidentally skid from its position while retracting after completing the launching of the girder. @WesternRly @RailMinIndia pic.twitter.com/cG9j2ST4Uw
— DRM Ahmedabad (@drmadiwr) March 24, 2025
આ પણ વાંચો: ક્યાં સુધી પહોંચ્યું છે અમદાવાદમાં બુલેટ ટ્રેન સ્ટેશનનું કામ: જુઓ Video
આ પણ વાંચો: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ આશમાને, જાણો 10 તસવીરોમાં સંપૂર્ણ અપડેટ
આ પણ વાંચો: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના કામ સંદર્ભે રેલવે મંત્રીએ આપી મોટી અપડેટ