Ahmedabad News/ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના કામ સંદર્ભે રેલવે મંત્રીએ આપી મોટી અપડેટ

ગુજરાતમાં બુલેટ ટ્રેનમાં ઇલેક્ટ્રિફિકેશનના 97 ટકા કામ પુરા કરવામાં આવ્યા છે.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અમદાવાદના પ્રવાસે છે. ત્યારે તેમણે અમદાવાદ મુંબઇ વચ્ચે બની રહેલા દેશના પ્રથમ બુલેટટ્રેન પ્રોજેક્ટની કામગીરીની પણ સમીક્ષા કરી હતી. આ અંગે  માહિતી આપતા તેમણે કહ્યું કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ઝડપથી ચાલી રહી છે. જેમાં 360 કિલોમીટરનું કામ પૂરુ થઇ ચૂક્યું છે.કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યુ હતુ કે, બુલેટ ટ્રેનના 360 કિલોમિટરનુ કામ કાજ પુર્ણ થઇ ચુક્યુ છે ત્યારે હાલમાં 2.5 વર્ષનો વિલંબ થયો છે પરંતુ ગુજરાતમાં બુલેટ ટ્રેનમાં ઇલેક્ટ્રિફિકેશનના 97 ટકા કામ પુરા કરવામાં આવ્યા છે.

જ્યારે દાહોદમાં રેલ્વે એન્જીન બનાવવા માટેનો પાયો નાખવામાં આવ્યો હતો. જ્યાં પણ હાલમાં એન્જીન બનાવવાની ફેક્ટરી તૈયાર થઇ ગઇ છે અને હાલમાં ડેટા સેન્ટર જેટલુ એન્જીન બનીને તૈયાર છે અને 100 મીટર સિંગલ સ્પેન બનીને તૈયાર છે તેનુ પણ નિરીક્ષણ કરવામાં આવશે.કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ ગુજરાત પ્રવાસે છે. ત્યારે રાજ્યમાં ચાલતા મહત્વના ટ્રેન પ્રોજેક્ટ્સની તેઓ સમીક્ષા કરી રહ્યા છે. અશ્વિની વૈષ્ણવે આણંદની મુલાકાત કરી હતી.

આણંદમાં રેલમંત્રીનું ભવ્ય સ્વાગત કરાયું હતું. તો બુલેટ ટ્રેન પ્રોજેકટની 3 સાઇટનું નિરીક્ષણ કર્યુ હતું. તેમણે ગુજરાતમાં ટ્રેનના વિકાસની વાત કરી તો કોંગ્રેસના શાસનકાળ કરતા 29% વધુ રેલવે બજેટ ફાળવાયુ હોવાનું કહ્યું. રેકોર્ડ બ્રેક બજેટની ફાળવણીથી ગુજરાતમાં રેલવે ક્ષેત્રે કામગીરી પણ અદ્દભૂત થઇ છે. જેના રેલમંત્રીએ વખાણ કર્યા હતા. તો નડિયાદના ઉત્તરાસંડામાં ચાલી રહેલી બુલેટટ્રેન કામગીરીનું પણ નીરીક્ષણ કર્યું,

તેમણે કહ્યું કે, બુલેટટ્રેનના કામગીરી થોડી અઘરી છે. જેમાં અનેક વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે. ત્યારે ગુજરાતમાં આટલી સારી કામગીરી વાપી, સુરત વલસાડ નડિયાદ આણંદ જેવા શહેરોને વિકાસના માર્ગે દોડાવશે તેમ કહ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: માતા-પિતાએ બાળકના કપાળે બાંધ્યો ફોન, વાયરલ વીડિયો જોઈને લોકો થયા ગુસ્સે

આ પણ વાંચો: આણંદ : નિષ્ઠુર માતા-પિતાની મરી પરવારી માનવતા

આ પણ વાંચો: એક નાની ભૂલે દીકરીનો જીવ લીધો, પિતા આખી જિંદગી પોતાને માફ નહીં કરી શકે