Amreli News/ જુનાગઢના કાગવડમાં પ્રેમિકા સાથે હોટેલમાં સંબંધ બાંધી અમરેલીમાં પથ્થરથી હત્યા કરી, લાશ કુવામાં ફેંકી દીધી

જુનાગઢમાં ગુમ થયાના 13 મહિના પછી પોલીસને એક મહિલાના હાડપિંજરના અવશેષો મળી આવ્યા હતા

Top Stories Gujarat

Amreli News : અમરેલીના કૂવામાંથી મળેલા એક મહિલાના હાડપિંજરનો  ભેદ અંતે  ઉકેલાઈ ગયો છે. જેમાં પોલીસે જુનાગઢની આ મહિલાની હત્યાનો ભેદ 13 મહિના બાદ ઉકેલી નાખ્યો છે. જુનાગઢમાં ગુમ થયાના 13 મહિના પછી પોલીસને એક મહિલાના હાડપિંજરના અવશેષો મળી આવ્યા હતા. મુખ્ય શંકાસ્પદ, 28 વર્ષીય હાર્દિક સુખડિયા, આ બધા મહિનાઓ સુધી પોલીસને થાપ આપતો રહ્યો પરંતુ આખરે તે પકડાઈ ગયો છે.

આરોપી હાર્દિક સુખડિયાનો ગાંધીનગરની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ખાતે લેયર વોઇસ એનાલિસિસ ટેસ્ટ પણ કરાયો હતો.મૃતકની ઓળખ 35 વર્ષીય પરિણીત મહિલા દયા સાવલિયા તરીકે થઈ છે. તે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના રૂપાવતી ગામની રહેવાસી હતી. સાવલિયા 2 જાન્યુઆરી, 2024 ના રોજ ગુમ થઈ ગઈ હતી. સાવલિયા ઘરેથી સોનાના દાગીના અને લગભગ 9.60 રૂપિયા રોકડા લઈને નીકળી હતી તેના થોડા દિવસો પછી તેના પતિએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદ વિસાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે દયા સાવલિયાને હાર્દિક સાથે આડા સંબંધો હતો. જોકે, પુરાવાના અભાવે પોલીસ સુખડિયાની ધરપકડ કરી શકી ન હતી. સંજોગોવશાત્ અને ટેકનિકલ પુરાવા એકત્રિત કર્યા પછી, પોલીસે ફરી એકવાર આરોપીની પૂછપરછ કરી. આ વખતે, તેણે પોતાનો ગુનો કબૂલ્યો હતો. 27 ફેબ્રુઆરીના રોજ, પોલીસ સુખડિયાને ગુનાના સ્થળે લઈ ગઈ અને કુવામાંથી સાવલિયાના હાડપિંજરના અવશેષો મેળવ્યા હતા અને પછી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.

હત્યાકાંડ પાછળનો ખુલાસો કરતાં પોલીસે એવું કહ્યું કે દયા અને હાર્દિક લિવ ઈનમાં સાથે રહેતાં હતા. દયા હાર્દિક સાથે લગ્ન કરવા માગતી હતી. જોકે, તેને રસ ન હતો અને પછી સાવલિયાથી છૂટકારો મેળવવા માટે તેને મારી નાખવાનું નક્કી કર્યું. તેણે ગયા વર્ષે 3 જાન્યુઆરીએ મહિલાની હત્યા કરી હતી. આરોપી મહિલાને અમરેલી જિલ્લાના હડાળા ગામની સીમમાં લઈ ગયો અને તેના માથા પર પથ્થરો મારી દીધા. ત્યારબાદ સુખડિયાએ તેના મૃતદેહને કૂવામાં ફેંકી દીધો.

એવું પણ કહેવાઈ રહ્યું છે હત્યાના એક દિવસ પહેલાં બન્ને રાજકોટના કાગવડની એક હોટલમાં રહ્યાં હતા અને સંબંધ બાંધ્યો હતો જે પછી હાર્દિક દયાને હડાળા ગામની સીમમા લઈ ગયો અને પથ્થરથી માથું છુંદી નાખીને લાશ કૂવામાં ધકેલી દીધી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: AUDAને ફી અને ચાર્જીસ પેટે છેલ્લા 2 વર્ષમાં રૂ. 6.38 કરોડની આવક થઈ

આ પણ વાંચો: AUDA ની વર્ષ 2041 ડેવલપમેન્ટ પ્લાન, SP રીંગ રોડની સમાંતર નવો રીંગ રોડ બનાવવામાં આવશે

આ પણ વાંચો: AMC તથા AUDA દ્વારા અંદાજે 154 કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ