Rajkot News/ મહાકુંભમાં ગયેલા રાજકોટના 60 શ્રધ્ધાળુઓ સાથે છેતરપિંડી, ડીઝલના પૈસા નથી કહીં UPના મિરઝાપુર હાઈવે પર બે દિવસ રઝળાવ્યાં

પેકેજમાં રહેવા માટે હોટલ દરેક જગ્યાએ મળશે તેવું કહ્યું હતું

Top Stories Gujarat Rajkot

Rajkot News : મહાકુંભ સંગમ સ્નાન માટે રાજકોટથી પ્રયાગરાજ ખાનગી બસમાં ગયેલા શ્રદ્ધાળુઓ સાથે ચીટિંગ થયાનો મામલો સામે આવ્યો છે. લીમડા ચોક ખાતે આવેલા ઓલ ઇન્ડિયા ટુર ઓર્ગેનાઈઝેશન સંચાલિત શ્રી રાજ હોલીડે ટ્રાવેલ્સ દ્વારા અમરેલીની ગુરુકૃપા ટ્રાવેલ્સ પેસાથી બે બસ ભાડે લીધી હતી અને તે પ્રયાગરાજ જવા માટે ઉપડી હતી. જેમાં મહાકુંભ દર્શન કરી પરત ફરતા મિરઝાપુર રોડ પર 1 બસને અકસ્માત નડ્યો હતો. જેથી 60 મુસાફરો હાઇ વે પર રઝળી પડ્યા હતા.

અગાઉ મુસાફર દીઠ રૂ. 12,500 લીધા હતા. ત્યારે બાદ ડિઝલના રૂ. 350 અને રૂ. 2000 ઉઘરાવ્યા હતા બાદ બસ ત્યાંથી ઉપાડવામાં આવી હતી. આ બસ આજે ગ્રીન લેન્ડ ચોકડી પહોંચતા જ પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય દર્શિતા શાહ શ્રદ્ધાળુઓની વહારે આવ્યા હતા. આ મુદ્દે ધારાસભ્યએ ટ્રાવેલ્સ સંચાલકો સામે કડક પગલાં ભરવા કલેક્ટર અને પોલીસ કમિશનરને રજૂઆત કરી છે.મુસાફર ભીખુભાઈએ જણાવ્યું હતું કે, અમે શ્રી રાજ હોલીડે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની બસમાં મહાકુંભ પેકેજ માટે રૂ. 12,500 ભર્યા હતા. 15 ફેબ્રુઆરીના બદલે 17 ફેબ્રુઆરીના રાત્રે બસ અહીંથી ઉપડી હતી.

પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કરી અન્ય સ્થળે જતા હતા, ત્યારે ચિત્રકુટ પાસે પહોંચતા જ મેનેજરે કહ્યું કે, ડિઝલના પૈસા નથી. જેથી રૂ. 350 ઉઘરાવ્યા હતા. બાદમાં મિરઝાપુર હાઈ વે પર બસનો અકસ્માત થયો હતો. જ્યાં બે દિવસ હાઈ વે પર વિતાવ્યા હતા. તે વખથે યુપી પોલીસ મદદે આવી હતી. બાદમાં ડિઝલના રૂ. 2,000 આપતા બસ અહીં સુધી પહોંચાડવામાં આવી હતી.વધુમાં તેમણે જણાવતા કહ્યું કે, પેકેજમાં રહેવા માટે હોટલ દરેક જગ્યાએ મળશે તેવું કહ્યું હતું.

પરંતુ એક જ જગ્યાએ ધર્મશાળામાં વ્યવસ્થા કરવામાં આવી હતી અને પેકેજ મુજબનો પ્રવાસ પણ કરાવવામાં આવ્યો ન હતો. મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીનો સંપર્ક કરવાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. બે મહિલા અને 3 પુરુષની તબિયત લથડતા હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા. 25 ફેબ્રુઆરીના બદલે આજે 1 માર્ચે અમે માંડ માંડ રાજકોટ પહોંચ્યા છીએ. પરંતુ ટ્રાવેલ્સ સંચાલક અમિતાબેન કિશોરકુમાર શાહ સામે પગલાં લેવામાં આવે તેવી અમારી માગ છે.

ધારાસભ્ય દર્શિતા શાહે જણાવ્યું હતું કે, રાજકોટથી પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે શ્રી રાજ હોલીડેની 2 બસ 17 ફેબ્રુઆરીના રોજ રાજકોટથી રવાના થઈ હતી. મુસાફર દીઠ રૂ. 12,500 અગાઉ ભરી દીધા હતા. જોકે, પ્રયાગરાજથી રિટર્ન થતા સમયે મિરઝાપુર હાઈ વે પર લાલગંજ પાસે બસ ઊભી રાખી દેવામાં આવી હતી. ડિઝલના નાણાં આપો તો જ લઈ જઈશું તેવું કહેવામાં આવ્યું હતું.

60 મુસાફરોએ બે દિવસ હાઈ વે પર વિતાવ્યા હતા અને હેરાન પરેશાન થયા હતા. જે બાબતે શ્રદ્ધાળુઓ દ્વારા મને ફોન કરવામાં આવતા મેં રાજકોટ કલેક્ટર અને પોલીસ કમિશનરને ફોન કર્યો હતો અને રાજકોટના લોકોને પરત હેમખેમ લાવવા માટે વ્યવસ્થા કરવા કહ્યું હતું. આજે આ શ્રદ્ધાળુઓ પરત આવી ગયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં કોરોનાની રસી લેનાર માટે થશે ડ્રો, વિજેતાને આપવામાં આવશે 60 હજારનો મોબાઇલ

આ પણ વાંચો:બનાસકાંઠામાં ખનીજ ચોરી કેસમાં મશીન માલિક ના આગોતરા જામીન રદ

આ પણ વાંચો:બનાસકાંઠાના થરાદમાં તસ્કરોનો ત્રાસ, બે બંધ મકાનના તાળા તૂટ્યાં