Banaskantha News : બનાસકાંઠામાં ખનીજ ચોરી કેસમાં મશીન માલિકના આગોતરા જામીનની અરજ કોર્ટે રદ્દ કરી હતી. આ કેસની વિગત મુજબ ડીસા ના ભડથ ગામે ઓગસ્ટ મહિનામાં ખનીજ ચોરી કરતા હિટાચી વાહન ઝડપાયું હતું. જેને પગલે વાહન માલિક સુનિલ રાજપુત સહીત અન્ય શખ્સ સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં બનાસકાંઠા ભુસ્તર વિભાગે ઘી માઇન્સ એન્ડ મીનરલ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
જેને પગલે હિટાચી વાહનના માલિકે આગોતરા જામીન માટે કોર્ટ માં અરજી દાખલ કરી હતી. જેમાં બનાસકાંઠા જિલ્લાના બીજા એડિશનલ સેશન્સ જજે અમિત કાનાણીએ આરોપીના આગોતરા જામીન માટેની અરજી રદ્ કરી હતી.
બાદમાં કોર્ટ એ હુકમ ની નકલ કમિશન ખાણ ખનીજ અને જિલ્લા પોલીસ વડા ને મોકલી આપી હતી. એટલું જ નહી હીટાચી મશીન રોકડમાં બતાવ્યું હોવાથી ઇન્કમટેક્ષ વિભાગને પણ જાણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: પાટણ SOG અને ફૂડ વિભાગની સંયુક્ત કાર્યવાહી! નકલી ઘી બાદ નકલી તેલ જપ્ત કર્યુ
આ પણ વાંચો: દિવાળીમાં ઝેર પીરસવાની તૈયારી, નકલી માવો, ઘી અને પનીર કેમિકલ વડે બનતું હતું; લાખોનો માલ કબજે કર્યો હતો
આ પણ વાંચો: દિવાળીના તહેવારમાં જ કડી અને ડીસામાં હજારો કિલો શંકાસ્પદ ઘી-તેલ ઝડપાયું, મહેસાણામાં પનીરનો કરાયો નાશ
