Ahmedabad News/ ગુજરાત યુનિવર્સિટીમાં MMCJ કોર્ષની પરીક્ષામાં થયેલી ક્ષતિને તાત્કાલિક સુધારાઈ: શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા

પેપર સેટર દ્વારા ભૂલથી 502ના કવરમાં 503 નંબરનું પ્રશ્નપત્ર સીલ કરવામાં આવ્યું હતું

Gujarat Ahmedabad

Ahmedabad News : ગુજરાત યુનિવર્સિટીમાં MMCJ કોર્ષની પરીક્ષામાં થયેલી ક્ષતિ અંગે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, અમદાવાદ ખાતે આવેલી ગુજરાત યુનિવર્સિટીમાં હાલમાં માસ્ટર ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ-MMCJની પરીક્ષા ચાલી રહી છે. આજે પત્રકારત્વ કોર્સની 502 નંબરના વિષયની પરીક્ષા હતી. પેપર સેટર દ્વારા ભૂલથી 502ના કવરમાં 503 નંબરનું પ્રશ્નપત્ર સીલ કરવામાં આવ્યું હતું.

આજે પરીક્ષા દરમિયાન સીલ કવર તોડતા વિષય 503નું પ્રશ્નપત્ર નીકળ્યું હતું. જેથી વર્ગ નિરીક્ષકને ભૂલ સમજાતા આ પેપર તાત્કાલિક પરીક્ષા ખંડમાં જ બદલીને 502 નંબરનું પ્રશ્નપત્ર આપવામાં આવ્યું હતું. આ બદલ વિદ્યાર્થીઓને 20 મિનિટનો વધારાનો સમય પણ આપવામાં આવ્યો હતો.

વધુમાં, શિક્ષણ મંત્રીએ ઉમેર્યું કે, આવતીકાલે પરીક્ષા આપનારા આ 35 વિદ્યાર્થીઓને 503 નંબરના વિષયનું નવું પ્રશ્નપત્ર આપવામાં આવશે તેમજ પેપર સેટરને મેમો આપીને વધુ ખુલાસો કરવા પણ જણાવાયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


સુરત/વીર નર્મદ યુનિવર્સિટીએ ઓનલાઈન પરીક્ષામાં કર્યો છબરડો,જાણો વિગત

કોણ અટકાવશે?/કોલેજનું પેપર પણ ફૂટ્યું..! હવે બાલમંદિરનું પેપર ફૂટવાનું બાકી…

Gujarat News/RTO માં ફેબ્રુઆરીથી બદલાયો નિયમ, ઘર બેઠાં મળી જશે લર્નિંગ લાયસન્સ