Kutch News/ કચ્છમાં બે દિવસમાં 3 કરોડની કિંમતનો વિદેશી દારૂ પકડાયો, બુટલેગર અનોપસિંહ રાઠોડનો હોવાનો ખુલાસો

આમ SMCએ બે દિવસમાં વિદેશી દારૂની બોટલો સહિત કુલ રૂ. 3,26,12,300 નો મુદ્દામાલ કબજે કર્યો હતો

Gujarat Others

Kutch News : મુંદ્રામાં નીર્મન કોમ્પલેક્ષ પ્રીસ્ટાઈન પ્રા.લી પાસેથી સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ની ટીમે બે કન્ટેઈનર સાથેનું ટ્રેલર કબજે કરીને રૂ.1,54,87,900ની કિંમતની 11731 વિદેશી દારૂની બોટલો મળીને કુલ રૂ. 1,82,47,900નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે આ કેસમાં બે આરોપીની ધરપકડ કરી હતી.

આ જથ્થો બુટલેગર અનોપસિંહ અભેસિંહ રાઠોડે મંગાવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ કેસમાં કુલ ચાર વોન્ટેડ આરોપી સામે પશ્ચિમ કચ્છ ભુજના મુંદ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો નોઁધવામાં આવ્યો છે.

તે સિવાય 23.11.2025ના રોજ SMCની ટીમે માહિતીને આધારે મુંદ્રા પોર્ટ રેલ્વે સ્ટેશન આર.એન.ડી યાર્ડ રેલ્વે બિલ્ડીંગ સામેથી આ કન્ટેઈનર ઝડપી લીધું હતું. તપાસમાં મેસર્સ બાલાજી ટ્રેડીંગ કંપની, ફિરોઝપુર પંજાબ ખાતેથી આ જથ્થો રેલ્વે દ્વારા ગુજરાતમાં ટ્રેન મારફતે પ્રવેશ કરાવવામાં આવી રહ્યો હતો.

આમ SMCએ બે દિવસમાં રૂ. 2,97,52,300ની કિંમતની 24331 નંગ વિદેશી દારૂની બોટલો સહિત કુલ રૂ. 3,26,12,300 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


Narmada News/નર્મદા જિલ્લામાં એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૂ ઝડપાયો

Banaskantha News/બનાસકાંઠા ધાનેરા-નેનાવા બોર્ડર પર ટ્રકમાંથી લાખોનો દારૂ ઝડપાયો

Narmada News/નર્મદા જિલ્લાના આમલેથા પોલીસની મોટી કાર્યવાહી, નવરા નવી વસાહતમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો