આ તે કેવો બદલો/ પગાર ન વધવાને કારણે કર્મચારીએ વેરહાઉસમાં લગાવી આગ,માલિકને 78 લાખનું નુકસાન, 10 દિવસ પછી થયો ખુલાસો

ગુજરાતના સુરતમાં 10 દિવસ પહેલા કપડાના ગોડાઉનમાં લાગેલી આગના મામલામાં એક સનસનીખેજ ખુલાસો થયો છે. સીસીટીવી ફૂટેજ દર્શાવે છે કે વેરહાઉસના કર્મચારી દ્વારા આગ લગાવવામાં આવી હતી

Top Stories Gujarat

ગુજરાતના સુરતમાં 10 દિવસ પહેલા કપડાના ગોડાઉનમાં લાગેલી આગના મામલામાં એક સનસનીખેજ ખુલાસો થયો છે. સીસીટીવી ફૂટેજ દર્શાવે છે કે વેરહાઉસના કર્મચારી દ્વારા આગ લગાવવામાં આવી હતી. કહેવામાં આવ્યું હતું કે કર્મચારીને ઓછો પગાર મળતો હતો, જેના કારણે તેણે વેરહાઉસમાં આગ લગાવીને ફેક્ટરી માલિકનું 78 લાખનું નુકસાન કર્યું હતું.

શહેરના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા કાપડના ગોડાઉનમાં 27 ઓગસ્ટના રોજ આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું નુકસાન થઈ ચૂક્યું હતું. આકારણી પર જાણવા મળ્યું કે આગને કારણે વેરહાઉસના માલિકને લગભગ 78 લાખ રૂપિયાનું નુકસાન થયું છે.

આ પછી પોલીસે આગ લાગવાના કારણની તપાસ કરી તો સનસનીખેજ ખુલાસો થયો. વેરહાઉસમાં લાગેલા સીસીટીવી ફૂટેજ દ્ધારા જાણકારી મળી કે એક કર્મચારી વેરહાઉસમાં રાખેલા કપડાને આગ લગાવી રહ્યો છે. આ પછી પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી તો એક અનોખી વાત સામે આવી.

આરોપી કર્મચારીએ જણાવ્યું કે પગાર ઓછો મળવાથી તે નાખુશ હતો. આ કારણોસર, તેણે માલિકને નુકસાન પહોંચાડવાનું નક્કી કર્યું અને ચૂપચાપ બંધ વેરહાઉસમાં આગ લગાવી.

ઉલ્લેખનીય છે કે સુરત સમગ્ર એશિયામાં ટેક્સટાઈલ હબ તરીકે ઓળખાય છે. અહીંના કાપડ બજારની વાત કરીએ તો આ વ્યવસાય સાથે 12 લાખથી વધુ લોકો જોડાયેલા છે અને અહીં રોજનું 30 મિલિયન મીટર કાપડ બને છે. દેશ-વિદેશના મોટાભાગના કપડા સુરતમાંથી જ જાય છે.