Case/ NSEના પૂર્વ CEO રવિ નારાયણની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ, EDની કાર્યવાહી

EDએ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના પૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) રવિ નારાયણની કથિત ગેરકાયદેસર ફોન ટેપિંગ, NSE કર્મચારીઓની જાસૂસી અને મની લોન્ડરિંગના સંબંધમાં ધરપકડ કરી છે.

Top Stories India

EDએ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના પૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) રવિ નારાયણની કથિત ગેરકાયદેસર ફોન ટેપિંગ, NSE કર્મચારીઓની જાસૂસી અને મની લોન્ડરિંગના સંબંધમાં ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે નારાયણ એપ્રિલ 1994 થી 31 માર્ચ 2013 સુધી NSE ના MD અને CEO હતા. ત્યારબાદ, તેઓ એપ્રિલ 1, 2013 થી 1 જૂન, 2017 સુધી કંપનીના બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ કેટેગરીમાં વાઈસ-ચેરમેન તરીકે નિયુક્ત થયા હતા.

અગાઉ, એનએસઈના ભૂતપૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી ચિત્રા રામકૃષ્ણની સીબીઆઈ દ્વારા 6 માર્ચે કો-લોકેશન કૌભાંડ સંબંધિત મે 2018માં નોંધાયેલા કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ફોન ટેપિંગ કેસમાં ઈડીએ 14 જુલાઈએ તેની ધરપકડ કરી હતી.