Banaskantha News/ બનાસકાંઠા ધાનેરા-નેનાવા બોર્ડર પર ટ્રકમાંથી લાખોનો દારૂ ઝડપાયો

તસ્કરોએ ચતુરાઈપૂર્વક એનિમલ ફીડ્સના સડી ગયેલા માલની આડમાં માલ છુપાવ્યો હતો,પરંતુ ચેકિંગ દરમિયાન પોલીસે આખી પોલખોલ

Top Stories Gujarat Others Breaking News

Banas kantha News: બનાસકાંઠા જિલ્લાના ધાનેરા-નેનાવા બોર્ડર પર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશતો એક ટ્રક ઝડપાયો હતો. ટ્રકની તલાશી દરમિયાન પોલીસને ભારે માત્રામાં દારૂની હેરાફેરી બહાર આવી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ટ્રકમાંથી કુલ 8,112 દારૂની બોટલો જપ્ત કરવામાં આવી છે, જેની બજાર કિંમત અંદાજે રૂ. 48.75 લાખ થાય છે. આ ઉપરાંત ટ્રક સહિતનો કુલ મુદામાલ મળી રૂ. 58.85 લાખનો કબજે લેવાયો છે.

આ દારૂને છુપાવવા માટે તસ્કરોએ ચતુરાઈપૂર્વક એનિમલ ફીડ્સના સડી ગયેલા માલની આડમાં માલ છુપાવ્યો હતો, પરંતુ ચેકિંગ દરમિયાન પોલીસે આખી પોલખોલ કરી નાખી. ઘટનાસ્થળેથી એક ઇસમની ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે દારૂ પ્રોહીબીટેડ એક્ટ  હેઠળ ગુનો નોંધાયો છે. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે કે આ દારૂ કયા વિસ્તારમાં પહોંચવાનો હતો અને પાછળ કયા નેટવર્કનો હાથ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ દારૂ રાજસ્થાનમાંથી ગુજરાતમાં પુરવઠા માટે લાવવામાં આવ્યો હતો.

ધાનેરા-નેનાવા બોર્ડર પર પોલીસે કડક ચેકિંગ શરૂ કરતાં દારૂ તસ્કરોમાં હલચલ મચી ગઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગાંધીનગરમાં ગુડાના સુપરવાઈઝર અને ક્લાર્ક 70 હજારની લાંચ લેતા ઝડપાયા

આ પણ વાંચો:ગાંધીનગરમાં 1000 કરોડની જગ્યા ખુલ્લી કરવા મેગા ડિમોલિશન: 10 JCB, 15 આઇવા ટ્રક, 700થી વધુ પોલીસ તહેનાત

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના જાસપુરમાં જગત જનનની મા ઉમિયાના દર્શન અને પૂજા- અર્ચન કર્યા