Surendranagar News/ સુરેન્દ્રનગરના લખતર હાઈવે પર મામલતદાર દ્વારા કરાઇ ચેકિંગ, એક્સપાયર પનીર મળી આવ્યું

પનીર ગ્રાહકોના આરોગ્ય માટે ગંભીર જોખમરૂપ હોવાથી તાત્કાલિક તેને નાશ કરવામાં  આવ્યું. આ સિવાય પણ હોટલ અને દુકાનોમાંથી અંદાજે 30થી વધુ નમુનાઓ

Top Stories Gujarat Others Breaking News

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના લખતર હાઈવે પર મામલતદાર અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત ટીમે અચાનક ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. આ દરમિયાન હોટેલ, મીઠાઈ તેમજ ફરસાણની દુકાનોમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને શુદ્ધતાની વિગતવાર તપાસ કરવામાં આવી.

તપાસ દરમ્યાન એક હોટેલમાંથી એક્સપાયરી ડેટનું મોટી માત્રામાં પનીર જપ્ત થયું હતું. પનીર ગ્રાહકોના આરોગ્ય માટે ગંભીર જોખમરૂપ હોવાથી તાત્કાલિક તેને નાશ કરવામાં  આવ્યું. આ સિવાય પણ હોટલ અને દુકાનોમાંથી અંદાજે 30થી વધુ નમુનાઓ લઈ પ્રાથમિક તપાસ માટે ટેસ્ટિંગ  લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

આ અભિયાનમાં મામલતદાર સાથે ફૂડ વિભાગની ટીમ પણ સક્રિય રહી હતી. દુકાનો તથા હોટલો દ્વારા ખાદ્ય પદાર્થોમાં બેદરકારી રાખવામાં આવે છે કે કેમ અને ખોટી સામગ્રી વેચાય છે કે નહીં તે મુદ્દે કડક ચકાસણી હાથ ધરાઈ હતી.

તપાસ દરમિયાન કેટલાક વેપારીઓ ગભરાઈ ગયા હતા, જ્યારે સ્થાનિક ગ્રાહકોને આ પગલું ખુબજ યોગ્ય લાગ્યું. લોકોનું માનવું છે કે આ પ્રકારની કામગીરી નિયમિત રીતે થતી રહેવી જોઈએ જેથી સ્વચ્છ અને સુરક્ષિત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ રહે.

મામલતદાર અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસને કારણે વેપારીઓમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું છે. હવે આગામી દિવસોમાં નમૂનાઓની લેબોરેટરી રિપોર્ટ આવતા વધુ કડક કાર્યવાહી થવાની સંભાવના છે


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં મુળી રાજકોટ હાઈવે પરથી 65 લાખના દારૂ સાથે 85 લાખનો મુદ્દામાલ કબજે, બે આરોપી ઝડપાયા

આ પણ વાંચો:સુરેન્દ્રનગર લીંબડીના જાખણમાં ખેતરમાં ભેલાણ, 200 પશુઓને 3થી 4 ખેતરમાં ચડાવી દેતા ફરિયાદ

આ પણ વાંચો:સુરેન્દ્રનગરના તલવણી ગામે બાવળની વાડમાં છુપાવેલો દારૂ ઝડપાયો