Not Set/ #Howdy Modi : PM મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને સહપરિવાર ભારત આવવા આપ્યુ આમંત્રણ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તેમના પરિવારની સાથે ભારત આવવા માટે આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેમની ભારત મુલાકાત બંને દેશો વચ્ચેનાં વહેંચાયેલા સપનાને નવી ઉંચાઈ આપશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ટેક્સાસનાં હ્યુસ્ટન શહેરમાં ભારતીય-અમેરિકન સમુદાય દ્વારા આયોજિત મેગા રેલીને સંબોધન કર્યું હતું. આ રેલીમાં તેમના યુએસ પ્રમુખ […]

Top Stories World

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તેમના પરિવારની સાથે ભારત આવવા માટે આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેમની ભારત મુલાકાત બંને દેશો વચ્ચેનાં વહેંચાયેલા સપનાને નવી ઉંચાઈ આપશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ટેક્સાસનાં હ્યુસ્ટન શહેરમાં ભારતીય-અમેરિકન સમુદાય દ્વારા આયોજિત મેગા રેલીને સંબોધન કર્યું હતું.

Image result for pm modi and donald trump in stadium

આ રેલીમાં તેમના યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર હતા. રાષ્ટ્રપતિ ટ્રમ્પની હાજરીમાં પીએમ મોદીએ Howdy Modi નાં પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કે આ ઇવેન્ટ 21 મી સદીમાં નવી તકોને નવી ઉડાન અને નવી દિશા આપશે. આપને જણાવી દઈએ કે, Howdy Modi કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં તેમણે કહ્યું હતું કે, આવતા વર્ષે ભારતમાં એનબીએ હશે અને જો મોદી મારું સ્વાગત કરે તો હું પણ પહોંચી શકું છું. તમે મને બોલાવશો? ટ્રમ્પનાં આ નિવેદન બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ભારતની મુલાકાત માટે સહપરિવાર આવવાનું આમંત્રણ આપ્યું છે.

Image result for pm modi and donald trump in stadium

મોદીએ Howdy Modi નાં પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કે મિ.પ્રેસિડેન્ટ, હું ઈચ્છું છું કે તમે ભારત આવો અને અમને તમારું સ્વાગત કરવાની તક આપો. આપણી મિત્રતા આપણા વહેંચાયેલા સપના અને આપણા સંબંધોને નવી ઉંચાઇ પ્રદાન કરશે. તેમણે કાર્યક્રમમાં રાજકીય નેતાઓ અને વેપારી નેતાઓની હાજરી બદલ ટ્રમ્પનો આભાર માન્યો હતો.

તેમણે કહ્યું કે એનઆરજી સ્ટેડિયમ ખાતે આ પ્રકારની આયોજિત પહેલી સામુદાયિક ઘટના છે. આપને જણાવી દઈએ કે પીએમ મોદી હાલમાં સાત દિવસીય યુએસ પ્રવાસ પર છે. અહીં તે સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં પણ ભાગ લેશે અને પોતાનું નિવેદન આપશે. કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે, તે અદ્ભુત છે કે અમે અમુક ખાસ સમયે જ મળ્યા છીએ અને દરેક વખતે તેમણે (ટ્રમ્પ) એ જ જોશ બતાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.