સુરત,
સુરતના ઉમારવાડા વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ ગોડાઉનને સીલ કરવાના મુદ્દે આજે ગોડાઉન ધારકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પાલિકા એ ટ્રાફિકમાં અડચણ રૂપ હિવાનું જણાવી ગોડાઉન સીલ કર્યા હતા.

સુરત કાપડ ઉદ્યોગના શહેર અને રાજ્યની બહાર સાડી અને ડ્રેસ મટીરીયલ્સ સહિતનો સમાન મોકલવા માટે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં માલ સમાન લોદ અને અનલોદ કરવો પડે છે. રસ્તા સાંકડા હોવાનએ કારણે ટ્રાન્સપોર્ટના ટેમ્પો અને ટ્રકના લીધે વારંવાર ટ્રાફિક જામ ની સમસ્યા પેદા થતી હતી.

તો વળી સુરત સ્માર્ટ સીટી બનાવવા માટે પાલિકા દ્વારા ટ્રાન્સપોર્ટના ગોડાઉન શહેરની બહાર મોકલવાની કામગીરી શરૂ કરાઇ છે. આવા સંજોગોમાં પાલિકા દ્વારા ઉમારવાડા વિસ્તારમાં 58 ગોડાઉનો સીલ કરવામાં આવ્યા છે.

જોકે પાલિકાની આ કામગીરી સામે ટ્રાન્સપોર્ટ ગોડાઉનના માલિકોમાં ભારે રોષ ફેલાયો છે. તેઓ પાલિકા પર આરોપ લગાવી રહ્યા છે કર માત્ર ઉમારવાડામાં જ કેમ સીલની કામગીરી કરવામાં આવી.સહારા દરવાજા વિસ્તારમાં એક પણ ગોડાઉન સીલ કરવામાં આવ્યા નથી અને શહેર બહાર પણ વૈકલ્પિક જગ્યા નહીં આપવામાં આવતા વેપારીઓ માટે વેપાર કરવો મુશ્કેલ થઈ ગયો છે.
