Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gandhinagar News/ સાઇબર ક્રાઇમ સામે ગુજરાત પોલીસની સજ્જતા વધી, 47 ટકા રકમ પરત મેળવવામાં સફળ

ગુજરાત પોલીસ સાઇબર ક્રાઇમના નાથવા માટે પહેલાં કરતાં વધુ સુસજ્જ થઈ છે. તેના કારણે 2023માં સાઇબર ગુનેગારો પાસેથી ફક્ત 18 ટકા જ રકમ વસૂલી શકેલી પોલીસ 2024માં 47 ટકા સુધીની રકમ વસૂલવામાં સફળ રહી છે. આ બાબત ગુજરાત પોલીસની સાઇબર ક્રાઇમ સામે વધતી જતી સુસજ્જતા બતાવે છે.

August 2, 2024August 2, 2024jani
Gujarat Gandhinagar Breaking News

Gandhinagar News: ગુજરાત પોલીસ સાઇબર ક્રાઇમના નાથવા માટે પહેલાં કરતાં વધુ સુસજ્જ થઈ છે. તેના કારણે 2023માં સાઇબર ગુનેગારો પાસેથી ફક્ત 18 ટકા જ રકમ વસૂલી શકેલી પોલીસ 2024માં 47 ટકા સુધીની રકમ વસૂલવામાં સફળ રહી છે. આ બાબત ગુજરાત પોલીસની સાઇબર ક્રાઇમ સામે વધતી જતી સુસજ્જતા બતાવે છે. તાજેતરમાં, ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમનો ભોગ બનેલા હજારો મધ્યમવર્ગીય લોકોની પીડાને ઘટાડવા માટે એક મોટો પ્રયાસ કર્યો છે.

સાયબર ક્રાઇમની તપાસમાં પીડિતોના સહયોગને કારણે અગાઉ લોક થઇ ગયેલા 28,000 બેંક ખાતાઓ હવે અનફ્રીઝ કરવામાં આવ્યા છે. બેંકખાતાઓ અનફ્રીઝ થવાથી પીડિતોને મોટી રાહત મળી છે. આ બાબત પર વધુ પ્રકાશ પાડતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, “ગુજરાત પોલીસ દ્વારા સાયબર ક્રાઇમની અસરકારક તપાસના પરિણામે 28 હજાર જેટલા બેંક ખાતાઓ અનફ્રીઝ કરવામાં આવ્યા છે. આ પગલું એ પીડિતોને નોંધપાત્ર રાહત આપશે, જેઓ દગાખોરીથી પેમેન્ટ સ્વીકારીને છેતરપિંડીનો ભોગ બન્યા હતા અથવા તો અજાણતા આ પ્રકારની યુક્તિઓમાં ફસાઈ ગયા હતા.”

અટવાયેલી રહેલી રકમ તેમજ રિફંડની રકમ અંગેની માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, રિફંડની રકમ અને હોલ્ડ પર એટલે કે અટવાયેલી રકમમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. તેમણે જણાવ્યું કે 2024માં રિફંડ કરાયેલી રકમની ટકાવારી 46.42% છે, જે 2023માં માત્ર 17.93% હતી. 30 જૂન, 2024 સુધી હોલ્ડ પર રાખવામાં આવેલી કુલ રકમ ₹114.90 કરોડ છે અને 2024 માટે રિફંડ કરાયેલી રકમ ₹53.34 કરોડ છે. આ તફાવત દર્શાવે છે કે ઓથોરિટીએ સાયબર ક્રાઈમના પીડિતોને સમયસર રાહત મળે એ સુનિશ્ચિત કરવા માટે સક્રિય પગલાં લીધા છે.

હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, પોલીસે એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગેની તેમની પોલિસીમાં પણ સુધારો કર્યો છે. નવી પોલિસી અસરકારક રીતે ગુના નિવારણ અને નિર્દોષ પક્ષો પર નાણાકીય બોજ ઘટાડવા વચ્ચે સંતુલન જાળવવા માટેનું એક મહત્વપૂર્ણ પ્રથમ પગલું છે, જે કુલ રકમને બદલે ખાતાના એ ભાગને ફ્રીઝ કરે છે જે છેતરપિંડીથી અસરગ્રસ્ત હોય. તેઓ હવે આખા અકાઉન્ટને બદલે માત્ર છેતરપિંડી સાથે સંકળાયેલી ચોક્કસ રકમને જ ફ્રીઝ કરશે. તેમણે જણાવ્યું હતું કે આ ફેરફારનો હેતુ મધ્યમ-વર્ગની વ્યક્તિઓ પરના નાણાકીય તણાવને ઘટાડવાનો છે, જેઓ આખું બેંક અકાઉન્ટ લોક થઈ જવાના કારણે મોટી મુશ્કેલીનો સામનો કરે છે.

તેમણે ઉમેર્યું હતું કે, “મધ્યમ-વર્ગના લોકો સાયબર ક્રાઈમના લીધે આર્થિક રીતે પ્રભાવિત થયા હતા અને અએકાઉન્ટ ફ્રીઝ થવાના કારણે તેઓ પોતાના ખાતામાં રહેલી રકમને મેળવવા માટે અસમર્થ હતા. હવે તેમના ખાતાઓ અનફ્રીઝ થઇ જવાના કારણે તેઓએ મોટી રાહત અનુભવી છે. આ પગલું એવા લોકો માટે ખરેખર રાહતદાયી છે જેઓ બહુ ધનવાન નથી અને મોટાભાગે રોજિંદા વ્યવહારો માટે તેમના બેંક ખાતાઓ પર આધાર રાખે છે.”
ઓથોરિટીએ વિનંતી કરી છે કે જેમને પણ એવું લાગતું હોય કે તેમના બેંક ખાતાઓ ભૂલથી ફ્રીઝ કરવામાં આવ્યા છે તેઓ સાયબર ક્રાઈમમાં તેમની બિન-સંડોવણી દર્શાવતા પુરાવા સાથે આગળ આવે. એક પછી એક કેસના આધારે આ ખાતાઓની સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ આવા ખાતાઓને શક્યતઃ અનફ્રીઝ કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના

આ પણ વાંચો: 20 લાખના લાંચિયા આસિ.ટીપીઓના ઘરમાંથી 77 લાખની માલમતા કબજે

આ પણ વાંચો: સુરતમાં વિદ્યાર્થીઓથી ભરેલી બસ ખાડામાં પડી, બાળકો સુરક્ષિત

આ પણ વાંચો: ગુજરાતને GST, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરાથી રૂ. 9,726 કરોડની આવક

Post navigation

વાયનાડમાં ભારતીય સેનાના લેબ્રાડોર ડોગ JAKI, DIXIE અને SARAની અદભૂત કામગીરી
રાજકોટમાં રસ્તાઓ બન્યા બિસ્માર, ખાડાઓ ‘જીવલેણ’

More Posts

Not Set/ ડોક્ટરોની હડતાળ બાદ રોગચાળો વકર્યો, દર્દીઓ હેરાન-પરેશાન

January 2, 2018January 2, 2018Harshid Patel

એડિશનલ કમિશ્નરની પોસ્ટ/ વડોદરામાં લો એન્ડ ઓર્ડર માટે પોસ્ટ ઉભી કરાઇ એડિશનલ પોલીસ કમિશનરની પોસ્ટ ઊભી કરાઈ પો.કમિ.એ રજૂઆત કરતા ગૃહ વિભાગનો નિર્ણય ગૃહ વિભાગ દ્વારા ટુંક સમયમાં નિમણુક કરાશે શહેર પો.તંત્રમાં એક નહીં બે એડી.પો.કમિશ્નર રામનવમી યાત્રામાં થયેલ તોફાન બાદ નિર્ણય

April 4, 2023jani

Anand News/ ખંભાતના સોખડા GIDCમાં ગમખ્વાર દુર્ઘટના, કેમિકલ ટાંકો સાફ કરતાં 2 શ્રમિકોના મોત

August 22, 2025August 22, 2025Panara Mansi

Gujarat Local Body Election 2026/ નવસારીમાં કોંગ્રેસના 35 જેટલા ઉમેદવારને અજ્ઞાત સ્થળે લઈ જવાયા

April 14, 2026jani
Gujarat GAD Circular Ministers vs IAS

Gandhinagar News/ ગુજરાતમાં મંત્રીઓને ન ગાંઠતા અધિકારીઓ સામે લાલ આંખ, સરકારે બહાર પાડ્યો કડક પરિપત્ર

March 22, 2026Kinjal Pradipkumar Patel

Not Set/ ડેલ્ટા પ્લસ વેરિએન્ટની ગુજરાતમાં એન્ટ્રી, નોંધાયા એક સાથે 2 કેસ

June 25, 2021June 25, 2021Maya Sindhav

સુરત/ માસ્ક પહેરવાનું કહેતા ટ્રાફિક બ્રિગેડના યુવાન ઉપર હુમલો કરાતાં ચકચાર

April 18, 2021April 18, 2021padma prajay

Not Set/ દ્વારકા/ એસટી બસ અને મોપેડ વચ્ચે સર્જાયો અકસ્માત, એકનું મોત

December 28, 2019Maya Sindhav

Jamnagar/ જામનગરમાં નીકળી કોંગ્રેસની તિરંગા યાત્રા લીમડા લાઇનથી નીકળેલ તિરંગા યાત્રામાં જોડાયા યાત્રામાં સહભાગી બનેલા કોંગ્રેસીઓની અટકાયત શહેર કોંગ્રેસ પ્રમુખ અને 4 મહિલાઓ સહિત 8ની અટકાયત

January 26, 2021hardik prajapati

Not Set/ સુરત શહેરમાં કોરોના ટેસ્ટિંગની ગતિ તેજ, સ્પ્રેડર બની શકે એવા લોકોને શોધવા કામગીરી શરૂ

March 23, 2021March 23, 2021hardik shah
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy