Indian Army News: વાયનાડ હોનારતમાં ભારતીય સેના દ્વારા બચાવ કાર્ય ચાલુ છે. આ દુર્ઘટનામાં જવાનો સહિત ભારતીય સેનાના લેબ્રાડોર ડોગ JAKI, DIXIE અને SARAની અદભૂત કામગીરી કરી રહ્યા છે. ભારતીય સેનાના ત્રણ લેબ્રાડોર ડોગ – જાકી, ડિક્સી અને સારા – કેરળના વાયનાડ જિલ્લાના ભૂસ્ખલનથી તબાહ થયેલા વિસ્તારોમાં કાટમાળ નીચે ફસાયેલા લોકોને શોધવામાં મદદ કરવા માટે અથાક મહેનત કરી રહ્યા છે.

આ ઉચ્ચ પ્રશિક્ષિત શ્વાન કાટમાળ નીચે દટાયેલા જીવનને બચાવવા પોતાના સાથીદારોને સાથ આપી રહ્યા છે. વાયનાડમાં હોનારત બાદ અત્યારે કાદવ, કાદવ અને વરસાદ જેવી પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરીને આ શ્વાન તેમના માનવ સમકક્ષો સાથે કામ કરી રહ્યા છે.
#WayanadLandslide
‘Silent Warriors on Duty’In #Wayanad, three search and rescue Labrador dogs of #IndianArmy named JAKI, DIXIE & SARA are operating relentlessly on duty. These extraordinary canines, driven by an unwavering commitment to their mission and equipped with an… pic.twitter.com/WVKQfvKrIr
— Southern Command INDIAN ARMY (@IaSouthern) August 2, 2024
સેનાના લેબ્રાડોર ડોગની સહાયથી અનેક લોકોને બચાવવામાં આવી રહ્યા છે. આ શ્વાન તેમની ગંધ અને શોધની નિપણુતાના આધારે કાટમાળ અને માટીમાં દબાયેલા લોકોની ઓળખ કરવાનું અદભૂત કાર્ય કરે છે. આ શ્વાન થકી જ માનવ હાથ અને આંખો લથડતી હોય અને શ્વાસ ચાલુ હોય તેવાના કિંમતી જીવન બચાવી શકાયા છે .

વાયનાડમાં બચાવ કાર્ય દરમિયાન, ભારતીય સૈન્યએ તાલીમ બદ્ધ ડોગની મદદથી બે પુરૂષો અને બે મહિલાઓ સહિત ચાર વ્યક્તિઓને બચાવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બચાવી લેવામાં આવેલા લોકો વાયનાડના પડવેટ્ટી કુન્નુમાં ફસાયેલા હતા. સેનાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બચાવી લેવામાં આવેલી એક મહિલાને તેના પગમાં તકલીફ થઈ રહી હતી અને તેને જરૂરી તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી.
પેરા રેજિમેન્ટલ ટ્રેનિંગ સેન્ટરના કમાન્ડન્ટ બ્રિગેડિયર અર્જુન સેગને જણાવ્યું હતું કે સ્નિફર ડોગ્સની વધારાની તાકાત સાથે બચાવ કામગીરી ઝડપથી ચાલુ છે. ભારતીય સેનાના જાકી, ડિક્સી અને સારા નામના રેસ્ક્યુ લેબ્રાડોર કૂતરાઓ અથાકપણે કાટમાળ અને કાંપની ઊંડાઈમાં તપાસ કરી રહ્યા છે, જ્યાં માનવીઓના હાથ ના પંહોચી શકે તેવા સ્થાનો પર ફસાયેલા કિંમતી જીવન બચાવવાની અદભૂત કામગીરી કરે છે.

ભારતીય સેનામાં ડોગને જવાનોની જેમ જ તાલીમ બદ્ધ કરવામાં આવે છે. સેનામાં જવાનોની જેમ એક આર્મી ડોક સ્કવોડ હોય છે. જે હુમલા તેમજ ભૂસ્ખલ જેવી ઘટનાઓમાં રેસ્કયૂ ઓપરેશનમાં વધુ મદદ કરે છે. ઉત્તર પ્રદેશના મેરઠ કેન્ટમાં આરવીસી સેન્ટર એન્ડ કોલેજના ડોગ ટ્રેનિંગ ફેકલ્ટી (ડીટીએફ)માંથી કૂતરાઓને લાવવામાં આવ્યા હતા. શ્વાન તાલીમમાં શ્રેષ્ઠતાના કેન્દ્ર તરીકે નિયુક્ત ફેકલ્ટી, શોધ અને બચાવ સહિત નવ વિશેષતાઓમાં કૂતરાઓને તાલીમ આપે છે.

સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, વાયનાડમાં લાવવામાં આવેલા કૂતરાઓ નિષ્ણાત શોધ અને બચાવ (SAR) કૂતરાઓ છે, જેઓ કાટમાળ હેઠળ માનવ સુગંધને ઓળખવા અને સૂચવવા માટે પ્રશિક્ષિત છે. તેઓને આ નિર્ણાયક જવાબદારી માટે તૈયાર કરવા માટે 12 અઠવાડિયાની પાયાની તાલીમ, ત્યારબાદ 24 અઠવાડિયાની વેપાર તાલીમ આપવામાં આવે છે. આ કૂતરાઓ 10-12 ફૂટના કાટમાળની નીચે પણ માનવ શરીરની સુગંધ શોધી શકે છે. જ્યારે તેઓ માનવ સુગંધ સુંઘે છે, ત્યારે તેઓ તેમના હેન્ડલર્સને ભૂસ્ખલન કાટમાળ હેઠળ દટાયેલા માનવોની હાજરી સૂચવે છે, જેઓ પછી જીવતા અથવા મૃત શરીરો ખોદવા અને પુનઃપ્રાપ્ત કરવા માટે સાધનોનો ઉપયોગ કરે છે.

ગત સપ્ટેમ્બર 2023માં ‘કેન્ટ’ નામનો ફિ-મેલ લાબ્રાડોર જે 21 આર્મી ડોગ યુનિટનો એક ભાગ હતો. તેણે એક આતંકવાદી હુમાલામાં જવાનોને બચાવવા બદલ પોતાના જીવ ગુમાવ્યો હતો. કેન્ટ નામના ફિ-મેલ લાબ્રાડોરને જવાનો દ્વારા શ્રદ્ધાજંલિ આપવામાં આવી હતી.
વાયનાડમાં સર્જાઈ મોટી હોનારત
કેરળના વાયનાડમાં મંગળવારે વહેલી સવારે પહાડો પરથી આવેલા પૂરે હોબાળો મચાવ્યો છે. લગભગ 22 હજારની વસ્તી ધરાવતા ચાર ગામો માત્ર 4 કલાકમાં જ સંપૂર્ણ નાશ પામ્યા છે. વાયનાડમાં જે ચાર ગામોને જમીનદોસ્ત કરવામાં આવ્યા છે તેમાં મુંડક્કાઈ, ચુરામાલા, અટ્ટમાલા અને નૂલપુઝાનો સમાવેશ થાય છે.

મુંડક્કાઈ અને ચુરલમાલા વચ્ચેનો પુલ તૂટી પડવાને કારણે ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. વાયનાડમાં ભૂસ્ખલનને પગલે મોટી હોનારત સર્જાઈ હતી. આ હોનારતમાં મોટાપાયે જાનહાનિ થતા NDRF અને ભારતીય સેના દ્વારા રેસ્કયૂ ઓપરેશન હાથ ધરાયું. રેસ્કયૂ ઓપરેશનમાં જવાનો સાથે તાલિમ પામેલા લાબ્રાડોર ડોગ લોકોના જીવન બચાવવામાં મદદ કરી રહ્યા છે.

કોંગ્રેસના નેતા અને પૂર્વ વાયનાડ સાંસદ રાહુલ ગાંધી અને તેમની બહેન અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ 1 ઓગસ્ટના રોજ કેરળના વાયનાડ જિલ્લાની મુલાકાત લીધી હતી. તેમણે અહીંના ચુરલમાલાના ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તાર અને મેપ્પડીમાં એક હોસ્પિટલ અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ પીડિતોને સાંત્વના આપી હતી.
આ પણ વાંચો: 18 વર્ષની ઉંમરે સરકાર પસંદ કરો, 21 વર્ષની ઉંમરે ચૂંટણી લડો’ AAP નેતા રાઘવ ચઢ્ઢાએ કરી માંગ
આ પણ વાંચો: ઝારખંડની જેલોમાંથી બ્રિટિશ કાયદા થશે નાબૂદ, સુધારક સેવા બિલ વિધાનસભામાં રજૂ કરાશે
