Gandhinagar News: રાજ્યમાં પોલીસ અધિકારીઓની બદલીના મુદ્દે મહત્વનો નિર્ણય લેવાયો છે. પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલીના મુદ્દે સરકારના ગૃહવિભાગે અગત્યનો નિર્ણય લીધો છે. ગૃહ વિભાગના નિર્ણય મુજબ એક જ ઝોનમાં પાંચ વર્ષ ફરજ બજાવનાર અથવા એક જ ઝોનમાં પાંચ વર્ષ નોકરી કરનારની તે જ રેન્જમાં બદલી કરવામાં નહીં આવે. બીજા શબ્દોમાં કહીએ તો આ બદલી બીજા ઝોન કે રેન્જમાં થશે. આ ઉપરાંત બ્રાન્ચોની નિમણૂકોને પણ ધ્યાનમાં લેવાશે. પોલીસ બદલીની પ્રક્રિયાના નિર્ણયોમાં પારદર્શકતા લાવવા આ નિર્ણય લેવાયો છે.
સીએમ ભુપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ ડાયરેક્ટર તથા મુખ્ય પોલીસ અધિકારી સાથેની મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આમ પાંચ વર્ષ સુધી એક જ ઝોનમાં રહેનારા પીએસઆઈ અને પીઆઈની તે ઝોનના જિલ્લાઓમાં કે નજીકના જિલ્લાઓમાં બદલી કરી શકાશે નહીં.
ઉદાહરણ તરીકે જોઈએ તો સુરત રેન્જ અને સુરત શહેરમાં ફરજ બજાવનારા પીઆઈ અને પીએસઆઈની વડોદરા રેન્જ, વડોદરા શહેર, અમદાવાદ રેન્જ, અમદાવાદ શહેર, સુરત રેન્જ, સુરત શહેરમાં બદલી થઈ નહીં શકે. જ્યારે વડોદરા રેન્જ અને વડોદરા શહેરમાં ફરજ બજાવનારાની સુરત રેન્જ, સુરત શહેર અમદાવાદ રેન્જ, અમદાવાદ શહેર, પંચમહાલ રેન્જ, વડોદરા રેન્જ, વડોદરા શહેરમાં બદલી નહી થઈ શકે.
આવું જ અમદાવાદ રેન્જ અને અમદાવાદ શહેરને પણ લાગુ પડે છે. અમદાવાદમાં કામ કરનારા પીઆઈ અને પીએસઆઈ વડોદરા રેન્જ, વડોદરા શહેર, ગાંધીનગર રેન્જ, પંચમહાલ રેન્જ, અમદાવાદ રેન્જ અને અમદાવાદ શહેરમાં કામ કરી નહી શકે. આ જ રીતે ગાંધીનગર, પંચમહાલ, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ અને બોર્ડર રેન્જને પણ આ નિયમ લાગુ પડે છે. આ નિયમોના અમુક કિસ્સા જેમકે પતિ-પત્ની કેસ, ગંભીર બીમારી અને નિવૃત્તિનો નજીકનો સમયગાળો હોય તેવા કેસમાં મેરિટ સિવાય અન્ય પર વિચારણા કરી શકાશે.
આ પણ વાંચો:ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના
આ પણ વાંચો: 20 લાખના લાંચિયા આસિ.ટીપીઓના ઘરમાંથી 77 લાખની માલમતા કબજે
આ પણ વાંચો: સુરતમાં વિદ્યાર્થીઓથી ભરેલી બસ ખાડામાં પડી, બાળકો સુરક્ષિત
આ પણ વાંચો: ગુજરાતને GST, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરાથી રૂ. 9,726 કરોડની આવક
